Video: ટીમ ઈન્ડિયાની હાર બાદ ડ્રેસિંગ રુમનો પહેલો વીડિયો આવ્યો સામે, ખેલાડીઓના ચહેરા પર દેખાઈ નિરાશા
World Cup Final 2023 Ind Vs Aus: ઑસ્ટ્રેલિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું છે. વર્લ્ડ કપમાં ભારતની હારથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નિરાશ થયા હતા.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી, સિરાજ અને શમીની આંખોમાં આંસુ જોવા મળ્યા. પોતાના મનપસંદ ખેલાડીને રડતા જોઈને ચાહકોનું પણ દિલ તૂટી ગયું હતું. આ ખેલાડીઓ મેદાનની બહાર નીકળીને ડ્રેસિંગ રૂમમાં ગયા ત્યારે શું થયું તેનો પહેલો વીડિયો સામે આવ્યો છે.

20 નવેમ્બરની સવારે ભારતીય ક્રિકેટ ટીમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાની આખી સફર બતાવવામાં આવી છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ નિરાશ ખેલાડીઓને સાંત્વના આપતા અને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે.
આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "અમારી પ્રથમ મેડલ સેરેમનીથી લઈને અમારી છેલ્લી મેડલ સેરેમની સુધી, તમામ ચાહકોનો આભાર કે જેમણે અમને આટલો પ્રેમ આપ્યો. ગઈકાલે, અમે ડ્રેસિંગ રૂમમાં અમારા ઉત્સાહને ઊંચો રાખ્યો હતો અને છેલ્લી વખત અમે શ્રેષ્ઠ ફિલ્ડરનો એવોર્ડ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ વર્લ્ડ કપની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ દરેક મેચમાં શ્રેષ્ઠ કેચ લેનારા ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં મેડલ આપીને સન્માનિત કરી રહ્યા છે. આ વીડિયો દ્વારા ટી દિલીપ કહી રહ્યા છે કે અમે હાર બાદ પણ અમારી પરંપરા બદલી નથી અને ફાઈનલ મેચમાં શ્રેષ્ઠ કેચ લેવા બદલ વિરાટ કોહલીને મેડલ આપ્યો હતો.
વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ઓસ્ટ્રેલિયા સામેની કારમી હાર બાદ મેન ઇન બ્લુને ચીયર અપ કરતા જોઈ શકાય છે. ટી દિલીપે કહ્યું, "મિત્રો, હું જાણું છું કે તે મુશ્કેલ છે અને આપણે બધા પીડા અનુભવીએ છીએ, પરંતુ આ તે જ છે. અમે કદાચ બધું બરાબર કર્યું છે અને છતાં પરિણામ અમારી તરફેણમાં નથી."
વીડિયોમાં જ્યારે ફિલ્ડિંગ કોચ ટી દિલીપ નિરાશ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે દરેકના ચહેરા પર હારની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે. ટી દિલીપે કહ્યું છે કે આવું થાય છે, આ એક રમત છે અને અમે આમાંથી વધુ મજબૂત બનીશું.












Click it and Unblock the Notifications
