Ind vs Pak: ટીમ ઈન્ડિયાને પહેલી વાર હરાવવા માટે પાકિસ્તાને રચ્યો 'ચક્રવ્યૂહ', મેચ પહેલા શાહીન શાહનો ખુલાસો
World Cup 2023, Ind vs Pak: ICC વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ આજે (14 ઓક્ટોબર) ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડી વારમાં રમાશે. મેચ બપોરે 2.00 કલાકે શરૂ થશે. બંને ટીમો જીતવા માટે મેદાનમાં ઉતરશે કારણ કે બેમાંથી જે પણ ટીમ જીતશે તે આ વર્લ્ડ કપમાં હેટ્રિક કરશે.
ભારત અને પાકિસ્તાને પોતાની શરૂઆતની બંને મેચ જીતી છે. મેચ પહેલા પાકિસ્તાની ક્રિકેટર શાહીન શાહ આફ્રિદીએ જણાવ્યું છે કે આ મેચમાં તે કયા ખેલાડીને ટાર્ગેટ કરવા જઈ રહ્યો છે અને કોની વિકેટ પહેલા લેવા માંગે છે.

સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શાહીન શાહ આફ્રિદી કહે છે કે તે પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની વિકેટ લેવા માંગે છે, વિરાટ કોહલીની નહીં.
શાહીન શાહ આફ્રિદીએ કહ્યું, "રોહિત શર્મા ભારતનો કેપ્ટન પણ છે અને તે એક એવો ખેલાડી છે જેણે ઘણા રન બનાવ્યા છે. તે મુશ્કેલ ખેલાડી છે. તે સ્પષ્ટ છે કે જ્યારે તમે ટીમના કેપ્ટનને વહેલા આઉટ કરો છો, ત્યારે તે પાછળના ખેલાડીઓ પર ઘણું દબાણ બનાવે છે. તે (રોહિત) તેમનો મુખ્ય ખેલાડી છે. મારો પ્રયાસ રહેશે કે જો રોહિત શર્મા વિકેટ લીધી તો ટીમ ઈન્ડિયા પર દબાણ રહેશે.''
તમને જણાવી દઈએ કે શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનનો એવો ખેલાડી છે, જે હંમેશા ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરે છે. તે મેચની પ્રથમ ઓવરમાં વિકેટ લેવા માટે જાણીતો છે. શાહીન શાહ આફ્રિદીએ ભારત સામે 3 વનડે મેચમાં 5 વિકેટ લીધી છે.
ભારત 1992 પછી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી. ભારતે પાકિસ્તાન સાથે અત્યાર સુધી રમાયેલી તમામ 7 મેચ જીતી છે. જ્યારે પણ વર્લ્ડ કપ થાય છે ત્યારે સવાલ થાય છે કે શું પાકિસ્તાન ભારતને હરાવી શકશે? આ વખતે પાકિસ્તાન તેમને હરાવીને ભારતના રેકોર્ડને તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે ભારત આઠમી વખત પાકિસ્તાનને હરાવવા માટે મેદાનમાં ઉતરશે.
.@ImRo45 is a threat up top & scores runs in bulk.@iShaheenAfridi reckons the 🇮🇳 skipper's wicket will be of supreme importance in the #GreatestRivalry!#8KaWait is ON!
— Star Sports (@StarSportsIndia) October 14, 2023
Tune-in to #INDvPAK in the #WorldCupOnStar
Today, 12:30 PM onwards | Star Sports Network#CWC23 #Cricket pic.twitter.com/2LsOQUVJlL












Click it and Unblock the Notifications
