Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023, IND vs SA, Virat Kohli: બર્થ ડે બોય વિરાટ કોહલીએ તોડ્યા આ મોટા રેકોર્ડ

World Cup 2023, IND vs SA, Virat Kohli: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે આઇસીસી ક્રિકેટ વિશ્વ કપમાં 1500 રનનો આંકડો પાર કર્યો છે. દક્ષિણ આફ્રિકા સામે પોતાના 28માં રન સાથે આ મામલે માઇલ્ડ સ્ટોન હાંસલ કર્યો છે. કોહલીએ આ ઉપલબ્ધિ પર પહોંચવાવાળો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

નોંધનીય છે કે, વિરાટ કોહલીએ વર્લ્ડ કપની 34 મેચમાં 1500 રનનો આંકડો પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 53થી વધુ રહી છે. તેણે ત્રણ સદી અને 11 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં સચિન તેંડુલકર (2,278) સાથે ટોચ પર છે. આવા સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (1,743) બીજા સ્થાને છે.

World Cup 2023, IND vs SA, Virat Kohli

સંગાકારાને પાછળ છોડી શકે છે - આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા (1,532) ત્રીજા સ્થાને છે. હાલમાં તે ચોથા સ્થાને સરકી ગયો છે. વિરાટ કોહલી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય 14 વખત વર્લ્ડ કપમાં પચાસથી વધુ વખત સ્કોર કરવામાં કોહલી તેંડુલકર (21) પછી બીજા ક્રમે છે. તેણે વર્તમાન ઈવેન્ટમાં 80થી વધુની એવરેજથી 450 રનનો આંકડો પાર કર્યો છે.

રોહિતે શાનદાર ઇનિંગ રમી - ઉલ્લેખનીય છે કે, કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિતે 24 બોલમાં 40 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિતે પોતાની ઇનિંગ દરમિયાન 6 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારી હતી. જ્યારે ગિલ માત્ર 24 રન બનાવીને આઉટ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X