World Cup 2023, India vs Pakistan Semi Final: સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી
World Cup 2023, India vs Pakistan Semi Final: ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની જીત સાથે ભારત પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે, તેવી આશા વધી ગઇ છે. સોશિયલ મીડિયા પર ભારત પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે તેવી ભવિષ્યવાણીઓનું ઘોડાપુર આવ્યું છે.
ઘણા ક્રિકેટ દિગ્ગજો પણ આ ટીમો વચ્ચે સેમિફાઇનલ મેચની અપેક્ષા રાખી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ સેમિફાઇનલમાં પહોંચનારી ટીમો વિશે પોતાની ભવિષ્યવાણી કરી છે.

ભારત-પાકિસ્તાન સેમિફાઇનલમાં ટકરાશે - એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, 2023 ODI વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સેમીફાઈનલની પ્રથમ મેચ ટોપ ટીમ અને પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમની ટીમ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે.
જાણો કેવી રીતે થઈ શકે મેચ - એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ભારતીય ટીમ ગૃપ સ્ટેજની લીગ ટેબલમાં ટોચ પર રહીને પૂરી કરવામાં સફળ રહેશે. જ્યારે પાકિસ્તાનની ટીમ ગૃપ સ્ટેજની સફર ચોથા નંબર પર સમાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે સેમિફાઇનલની શક્યતા વધી જાય છે. બંને દેશોના ચાહકો પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પહેલા જીત્યું હતું ભારત - અગાઉ ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જોકે આ મેચ એકતરફી હતી. પાકિસ્તાનની ટીમને ભારત સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને 191 રનમાં આઉટ કર્યા હતા. જે બાદ ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો.












Click it and Unblock the Notifications
