India Vs Sri Lanka: ભારતની ઐતિહાસિક જીત સાથે મેચમાં બન્યા આટલા રેકૉર્ડ, જુઓ આખી યાદી
India Vs Sri Lanka: વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જારી છે. એક પછી એક સતત 7 લીગ મેચો જીતીને ભારતીય ટીમે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જોરદાર એન્ટ્રી કરી લીધી છે. આ જીત સાથે જ ભારતની વર્લ્ડ કપ જીતવાની આશા વધુ વધી ગઈ છે. ભારત વર્લ્ડ કપથી માત્ર બે ડગલાં દૂર છે.
શ્રીલંકા સામેની મેચમાં જ્યાં એક તરફ ભારતીય બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા તો બીજી તરફ બોલરોએ ફરી એકવાર શ્રીલંકાને એશિયા કપની ફાઈનલ મેચનો ભયાનક સીન બતાવ્યો. શ્રીલંકાની આખી ટીમ માત્ર 19.4 ઓવરમાં 55 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

મોહમ્મદ સિરાજે એશિયા કપની ફાઈનલ મેચમાં 6 વિકેટ ઝડપી હતી, આજે આ વર્લ્ડ કપ મેચમાં મોહમ્મદ શમીએ 5 ઓવરમાં માત્ર 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જો કે આ મેચમાં મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. મેચમાં શાનદાર બોલિંગ કરવા બદલ શમીને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શ્રીલંકાની મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા હતા. આવો જાણીએ રેકૉર્ડઝની આખી યાદી...
શ્રીલંકાના સૌથી ઓછા વનડે ટોટલ
43- દક્ષિણ આફ્રિકા સામે, 2012
50- ભારત સામે, 2023
55- ભારત સામે, 2023
55- વેસ્ટ ઈન્ડિઝ સામે, 1996
67- ઈંગ્લેન્ડ સામે, 2014
73- ભારત સામે, 2023
ભારત માટે વનડેમાં પાંચ વખત 4 વિકેટ લેનાર બોલર
4- મોહમ્મદ શમી
3- જવાગલ શ્રીનાથ
3- હરભજન સિંહ
વર્લ્ડ કપમાં સૌથી વધુ વાર 5 વિકેટ લેનાર
3- મિચેલ સ્ટાર્ક
3- મોહમ્મદ શમી
વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર
55- શ્રીલંકા, ભારત સામે
58- બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ સામે
74- પાકિસ્તાન, ઈંગ્લેન્ડ સામે
વનડેમાં સૌથી મોટા અંતરથી જીત
317- ભારત વિરુદ્ધ શ્રીલંકા
309- ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નેધરલેન્ડ્સ
304- ઝિમ્બાબ્વે વિરુદ્ધ UAE
302- ભારત વિરુદ્ધ શ્રીલંકા
290- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ
275- ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાન
વિશ્વકપમાં ભારત માટે સર્વાધિક વિકેટ લેનાર બોલર
45- મોહમ્મદ શમી
44- ઝહીર ખાન
44- જવાગલ શ્રીનાથ
33- જસપ્રિત બુમરાહ
31- અનિલ કુંબલે












Click it and Unblock the Notifications
