Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023 ma aaje koni match, IND vs SA: આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે ભારત, જાણો પોઇન્ટ ટેબલના હાલ

World Cup 2023 ma aaje koni match, IND vs SA: વિશ્વ કપમાં આજે મોટી મેચ છે. જેમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાવવામાં આવશે.

આ મેચને વર્ચ્યુઅલ સેમિફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે. વર્લ્ડ કપમાં બંને ટીમો જે રીતે જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે, તે જોતા આજની મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. ભારતીય ટીમની વાત કરીએ તો ટીમ જબરદસ્ત ફોર્મમાં છે.

 IND vs SA

ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર એ છે કે, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમની બહાર થયા બાદ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમને સંતુલિત કરવા માટે જગ્યા આપવામાં આવી હતી અને આ પ્લેઈંગ 11 ભારત માટે સતત સારો દેખાવ કરી રહ્યો છે.

મોહમ્મદ શમીએ સતત પોતાના જ્વલંત બોલથી વિરોધી ટીમને સ્તબ્ધ કરી દીધી છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરી ટીમને વધુ પરેશાન કરશે નહીં. ટીમ ઈન્ડિયાની બેન્ચની તાકાત દર્શાવે છે કે, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત હોય તો ટીમ નબળી દેખાતી નથી.

મોહમ્મદ શમીએ સતત પોતાના જ્વલંત બોલથી વિરોધી ટીમને સ્તબ્ધ કરી દીધી છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરી ટીમને વધુ પરેશાન કરશે નહીં. ટીમ ઈન્ડિયાની બેન્ચની તાકાત દર્શાવે છે કે, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત હોય તો ટીમ નબળી દેખાતી નથી.

આજની મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં છે, એવું માનવામાં આવે છે કે, આ પીચ સ્પિન બોલરોને થોડી મદદ કરી શકે છે, પરંતુ ભારતીય ટીમ તેની પ્લેઈંગ 11માં ભાગ્યે જ કોઈ ફેરફાર કરે છે, તેનું કારણ એ છે કે, ટીમ જીત સાથે ટકી રહેવા માંગે છે.

સાઉથ આફ્રિકાની વાત કરીએ તો ટીમમાં કેશવ મહારાજની સાથે તબરેઝ શમશીનો પણ ટીમમાં સમાવેશ થાય છે કે, કેમ તે જોવું રસપ્રદ રહેશે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું હતું કે, જો વિકેટ સ્પિન બોલરોને મદદ કરશે, તો તમે ચોક્કસપણે બંનેને સાથે જોશો, પરંતુ મેં હજુ સુધી પિચ જોઈ નથી.

આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 5 મેચ જીતીને મોટો સ્કોર બનાવ્યો છે. આવી સ્થિતિમાં, જોવાનું એ રહે છે કે, શું સાઉથ આફ્રિકાના બેટ્સમેનો આજે ભારતની જોરદાર બોલિંગ સામે પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે.

ભારતની સંભવિત પ્લેઇંગ 11 - રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ 11 - ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોઈટ્ઝ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X