World Cup 2023, NZ vs SL Pitch Report: બેંગ્લોરમાં વરસાદની સંપૂર્ણ શક્યતા, NZ vs SL મેચ ધોવાશે તો...
World Cup 2023, NZ vs SL Pitch Report: ICC ODI વર્લ્ડ કપ 2023 ની 41મી મેચ 9 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. ન્યુઝીલેન્ડની ટીમ માટે આ મેચ ઘણી મહત્વની છે.
ન્યૂઝીલેન્ડની ટીમે આ વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લી ચાર મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે બેંગ્લોરમાં વરસાદની સંપૂર્ણ શક્યતા છે. વરસાદના કારણે NZ vs SL મેચ ધોવાઇ તેવી સંપૂર્ણ શક્યતા છે.

NZ vs SL પિચ રિપોર્ટ - એમ ચિન્નાસ્વામીની પિચ પર કોને ફાયદો થશે? - ખરેખર, આ વર્લ્ડ કપની મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન હાઈ સ્કોરિંગ મેચો માટે જાણીતું છે. જ્યાં છેલ્લી 10 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની એવરેજ 304 રનની રહી છે.
ન્યૂઝીલેન્ડે આ મેદાન પર તેની છેલ્લી મેચ રમી હતી, જ્યાં પાકિસ્તાને DLS પદ્ધતિ અનુસાર જીત મેળવી હતી. કિવી ટીમે 401 રન બનાવ્યા હતા, તેથી તે સમજાય છે કે, ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
મેચ દરમિયાન વરસાદની શક્યતા - હવામાન અહેવાલ અનુસાર, બેંગ્લોરમાં બપોરે 3 કલાકથી સાંજના 6 કલાક સુધી વરસાદની 90 ટકા શક્યતા છે અને તેની અસર બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી મેચ પર પડશે. મતલબ કે પાકિસ્તાન માટે આ સારા સમાચાર છે.
ન્યુઝીલેન્ડ-શ્રીલંકા મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો શું થશે? - જો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવશે, તો મેચને કોઈ પરિણામ જાહેર કરવામાં આવશે નહીં અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. ન્યુઝીલેન્ડના હાલમાં 8 પોઈન્ટ છે અને તે +0.398ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તે કિસ્સામાં, કેન વિલિયમસનની આગેવાની હેઠળની ટીમ 9 પોઈન્ટ પર હશે.
ન્યુઝીલેન્ડની ટીમ પાસે હજુ પણ સેમી ફાઈનલમાં પહોંચવાની તક છે. બીજી તરફ શ્રીલંકા માટે સેમી ફાઈનલમાં પહોંચવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચ (NZ vs SL)માં પિચ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં, આ અહેવાલમાં ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા મેચનો પીચ રિપોર્ટ વિશે જાણીશું.
અફઘાનિસ્તાન પાસે પણ મોટી તક છે - જો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે, તો અફઘાનિસ્તાન પાસે પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમી ફાઈનલમાં પહોંચવાની તક છે. જોકે, તેમનો નેટ રન રેટ -0.338 છે, જેનો અર્થ છે કે, તેમને પાકિસ્તાનને પાછળ છોડવા માટે મોટા માર્જિનથી જીતવું પડશે.
જો પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામે હારી જાય છે, અને અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકાને હરાવે છે, તો હશમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
