Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023 Point Table: ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા પર જોખમ, જાણો પોઇન્ટ ટેબલનું સંપૂર્ણ ગણીત

World Cup 2023 Point Table: વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ હવે ક્રિકેટ પ્રેમીઓમાં સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાને રવિવારના રોજ રમાયેલી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપનો આ પહેલો અપસેટ હતો.

હશમતુલ્લાહ શાહિદીની ટીમે 2015 બાદ ODI વર્લ્ડ કપમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. આ પરાજયથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની ઇંગ્લેન્ડની આશાને ચોક્કસપણે ફટકો પડ્યો છે. આ કહેવું ઘણું વહેલું ગણાશે. કારણ કે, ટીમની હજુ છ મેચ બાકી છે અને અહીંથી જોસ બટલરની ટીમે તમામ મેચ જીતવી પડશે.

World Cup 2023 Point Table

આ વખતે વર્લ્ડ કપ 10 ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. લીગ રાઉન્ડમાં, એક ટીમનો મુકાબલો બાકીની નવ ટીમો સાથે થશે અને પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે.

2019માં પણ આ જ ફોર્મેટમાં વર્લ્ડ કપ રમાયો હતો અને પછી ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું. ભારતે સાત મેચ જીતી હતી. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડ માટે વધુ એક કે બે હાર તેના માટે સેમિફાઇનલનો રસ્તો ખૂબ મુશ્કેલ બનાવી શકે છે. એટલું જ નહીં પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયન ટીમ પર પણ આ જ ખતરો તોળાઈ રહ્યો છે.

હવે જાણો અફઘાનિસ્તાન-ઈંગ્લેન્ડ મેચમાં શું થયું? - ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનનો દાવ 49.5 ઓવરમાં 284 રનમાં સમેટાઈ ગયો હતો. રહેમાનુલ્લા ગુરબાઝે 57 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 80 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઇકરામ અલીખિલે 58 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ઈંગ્લેન્ડનો દાવ 40.3 ઓવરમાં 215 રનમાં સમેટાઈ ગયો હતો. હેરી બ્રુકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે ટીમ ઈન્ડિયા - રોહિત શર્માની ભારતીય ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે અત્યાર સુધીની ત્રણમાંથી ત્રણેય મેચ જીતી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે, બીજી મેચમાં અફઘાનિસ્તાનને આઠ વિકેટે અને ત્રીજી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું.

ભારત પાસે હાલમાં ત્રણ મેચમાં છ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.821 છે. આ વર્લ્ડ કપમાં માત્ર ત્રણ ટીમો એવી છે, જે હજુ સુધી એકપણ મેચ હારી નથી. ભારત સિવાય ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમો એકપણ મેચ હારી નથી. બીજા સ્થાને ન્યુઝીલેન્ડની ટીમ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે છે. ટીમના છ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.604 છે.

શાનદાર ફોર્મમાં છે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો - કિવી ટીમે તેની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને નવ વિકેટે, બીજી મેચમાં નેધરલેન્ડને 99 રનથી અને ત્રીજી મેચમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ બે મેચ રમી છે અને બે મેચમાં તેના ચાર પોઈન્ટ છે.

ટેમ્બા બાવુમાની દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં +2.360 સાથે સૌથી વધુ નેટ રન રેટ ધરાવે છે. બાવુમાની ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે. આ ટીમે તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રને અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાની ટીમની આગામી મેચ નેધરલેન્ડ સામે છે. આ એ જ ટીમ છે, જેણે 2022 T20 વર્લ્ડ કપમાં સુપર-12 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને પાકિસ્તાનને તેનો ફાયદો થયો હતો. આ રીતે બંને વચ્ચેની આ વર્લ્ડ કપ મેચ પણ રસપ્રદ બનવાની છે.

World Cup 2023 Point Table

પાંચમા સ્થાને આવી ગઈ છે ઈંગ્લેન્ડની ટીમ - આ સાથે જ બાબર આઝમની પાકિસ્તાનની ટીમ ચોથા સ્થાન પર છે. તેમના ત્રણ મેચમાં બે જીત અને એક હાર સાથે ચાર પોઈન્ટ છે. પ્રથમ બે જીત બાદ પાકિસ્તાની ટીમનો નેટ રન રેટ પોઝિટિવ હતો, પરંતુ ભારત સામેની ત્રીજી મેચમાં હાર બાદ ટીમનો નેટ રન રેટ નેગેટિવ થઈ ગયો છે.

બાબરની ટીમનો નેટ રન રેટ હાલમાં -0.137 છે. પાકિસ્તાનની આગામી મેચ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે છે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે. હારનાર ટીમ માટે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની શકે છે.

આ સાથે જ અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ચાર ટીમોની યાદીમાંથી બહાર થઈ ગઈ છે અને પાંચમા સ્થાને આવી ગઈ છે. તેમના ત્રણ મેચમાં એક જીત અને બે હાર સાથે બે પોઈન્ટ છે. અફઘાનિસ્તાન ટીમ સામે હાર્યા બાદ ઈંગ્લિશ ટીમનો નેટ રન રેટ વધુ ઘટી ગયો છે. તે -0.084 થઈ ગયું છે.

છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે અફઘાનિસ્તાનની ટીમ - ઈંગ્લેન્ડે હવે ટોપ ચારમાં પહોંચવા માટે અહીંથી તમામ મેચો જીતવી પડશે અને આ પછી પણ નેટ રન રેટની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને આ વર્લ્ડ કપમાં જીતનું ખાતું ખોલ્યું હતું. ત્રણ મેચમાં એક જીત અને બે હાર સાથે તેમના બે પોઈન્ટ પણ છે.

અફઘાનિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડની નીચે છઠ્ઠા સ્થાને છે. તેનો નેટ રન રેટ -0.652 છે. આ ટીમની આગામી મેચ ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ સામે છે, જે ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે ચેપોકમાં બોલ ઘણો સ્પિન થાય છે અને અફઘાન ટીમમાં રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને નબી જેવા અનુભવી સ્પિનરો છે.

બાંગ્લાદેશ ત્રણ મેચમાં એક જીત અને બે હાર સાથે બે પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે. તેનો નેટ રન રેટ -0.699 છે. શાકિબ અલ હસનની ટીમની આગામી મેચ 19 ઓક્ટોબરે ભારત સામે છે.

ઓસ્ટ્રેલિયા માટે તમામ મેચ જીતવી જરૂરી છે - આઠમા, નવમા અને 10મા ક્રમે રહેલી ટીમોએ હજુ સુધી તેમની જીતનું ખાતુ ખોલ્યું નથી. શ્રીલંકા આઠમા સ્થાને, નેધરલેન્ડ નવમા સ્થાને અને ઓસ્ટ્રેલિયા છેલ્લા એટલે કે 10મા સ્થાને છે. શ્રીલંકા બેમાંથી એકપણ મેચ જીતી શક્યું નથી, જ્યારે નેધરલેન્ડની પણ આવી જ સ્થિતિ છે. તે બે મેચ પણ રમી છે અને જીતવામાં નિષ્ફળ રહી છે.

આવા સમયે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પ્રદર્શને આ વખતે બધાને ચોંકાવી દીધા છે. ટીમ તેની બંને મેચ હારી ચૂકી છે. પ્રથમ મેચમાં તેને ભારત સામે અને બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે ઓસ્ટ્રેલિયાનો સામનો આજે શ્રીલંકા સાથે થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં છે. કાંગારૂ ટીમ જીતનું ખાતું ખોલવા ઇચ્છશે, પરંતુ જો શ્રીલંકા તેને હરાવશે તો ટીમ પર વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X