વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવશે પીએમ મોદી, જાણો આખુ શિડ્યુલ અને સુરક્ષા વ્યવસ્થા

India vs Australia World Cup Final PM Narendra Modi: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ રોમાંચક ક્રિકેટ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફાઈનલ મેચ જોવા જશે.

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ ખાસ મેચ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ આ મેચ જોવા માટે અમદાવાદ આવી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

pm modi world cup final

જાણો પીએમ મોદીનું શિડ્યુલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ફિક્સ છે. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ પહોંચશે. મેચ જોયા બાદ પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદી 20 નવેમ્બરે રાજસ્થાનના તેમના ચૂંટણી પ્રવાસ પર અહીંથી રવાના થશે.

તમને જણાવી દઈએ કે સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમનને કારણે અહીં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. જો કે પીએમ મોદીની સુરક્ષા માટે અલગ સુરક્ષા ટીમ છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને થશે. બંને ટીમો છેલ્લી વખત 2003માં આમને સામને આવી હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ સૌરવ ગાંગુલી અને ઑસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ રિકી પોન્ટિંગ કરી રહ્યા હતા. ઑસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રથમ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રનના માર્જીનથી હરાવીને ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બીજી બાજુ, પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે બીજી સેમિફાઇનલ મેચમાં ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવીને વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચ કોલકાતાના પ્રતિષ્ઠિત ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X