• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Cup Flashback: 5 મોટી ઈનિંગ્સ, જે ટીમને જીતાડી ન શકી

|

જ્યારે કોઈ બેટ્સમેન ટીમ માટે મહત્વની ઈનિંગ રમે ત્યારે તેને સૌથી વધુ ખુશી તો જ થા જો તેની ટીમ મેચ જીતી લે. જો આવું ન થાય તો બેટ્સમેન નિરાશ થઈ જાય છે. ICC વિશ્વ કપના ઈતિહાસમાં કેટલીક એવી મેચ પણ જોવા મળી છે, જ્યારે કોઈ બેટ્સમેને મહત્વની ઈનિંગ રમી પરંતુ તેમ છતાંય ટીમને જીતાડી ન શક્યો. ચાલો જોઈએ વર્લ્ડ કપની એવી 5 મોટી ઈનિંગ વિશે, જે ટીમને જીત ન અપાવી શકી.

World Cup 2019: ફાઈનલમાં કઈ બે ટીમ પહોંચશે? યુવરાજે જણાવ્યું પોતાનું મંતવ્ય

મહેલા જયવર્દને, 103 નોટ આઉટ (ભારત સામે) 2011ની ફાઈનલ, મુંબઈ

મહેલા જયવર્દને, 103 નોટ આઉટ (ભારત સામે) 2011ની ફાઈનલ, મુંબઈ

શ્રીલંકાના પૂર્વ કેપ્ટને 2011માં વિશ્વકપની પાઈનલમાં મુંબીના વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ 88 બોલમાં 103 રનની ઈનિંગ રમી હતી. શ્રીલંકા 274 રન સુધી પહોંચ્યું હતું. આ એક એવો સ્કોર હતો, જે આ પ્રકારની હાઈ પ્રોફાઈલ મેચમાં કોઈ પણ બેટિંગ લાઈનઅપને દબાણમાં મૂકી શકે છે. પરંતુ ભારતના ઓપનર ગૌતમ ગંભીરના 87 અને ધોનીના નોટઆઉટ 91 રન સામે શ્રીલંકાનો આ સ્કોર ઓછો પડ્યો. આ સાથે જ ફાઈનલમાં જયવર્ધનેની સેન્ચ્યુરી એળે ગઈ અને ભારત ચેમ્પિયન બન્યું.

મોહમ્મદ અઝરુદ્દીન, લીગ મેચમાં 93 રન (ઓસ્ટ્રેલિયા સામે) બ્રિસ્બેન, 1992

મોહમ્મદ અઝરુદ્દીન, લીગ મેચમાં 93 રન (ઓસ્ટ્રેલિયા સામે) બ્રિસ્બેન, 1992

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એલન બોર્ડરે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી. યજમાન ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 237 રન બનાવ્યા. જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી તો વરસાદને કારણે ભારતને 236 રનનો ટાર્ગેટ મળ્યો. રવિ શાસ્ત્રીની 67 બોલમાં 25 રનની ધીમી ઇનિંગે ભારત માટે મુશ્કેલી સર્જી, પરંતુ બાદમાં કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન બેટિંગમાં આવ્યા તો મેચની સ્થિતિ બદલાઈ ગઈ. અઝરુદ્દીને 102 બોલમાં 93 રન બનાવ્યા. પણ તે રન આઉટ થઈ ગયા. તેમની વિકેટ બાદ જ ટીમની છેલ્લી 5 વિકેટ પણ પત્તાના મહેલની જેમ ધરાશાઈ થઈ ગઈ. અને ઈન્ડિયા મેચ 1 રનથી હારી ગયું. ડીન જોન્સને 90 રનની ઈનિંગ બદલ મેન ઓફ ધી મેચ આપવામાં આવ્યું.

સચિન તેન્ડુલકર, દ. આફ્રિકા સામે 111, ગ્રુપ મેચ, નાગપુર 2011

સચિન તેન્ડુલકર, દ. આફ્રિકા સામે 111, ગ્રુપ મેચ, નાગપુર 2011

મહેન્દ્ર સિંહ ધોનીએ નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતને ઓપનર્સ વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેન્ડુલકરે સારી શરૂઆત અપાવી. બંનેએ પહેલી વિકેટ માટે 142 રન બનાવ્યા. ભારતને પહેલો ઝટકો સહેવાગની વિકેટનો લાગ્યો, સહેવાગ 73 રન બનાવી આઉટ થયા. બાદમાં સચિન તેન્ડુલકરે ગૌતમ ગંભીર સાથે 125 રન ઉમેર્યા. અને ટીમનો સ્કોર 1 વિકેટે 167 થયો. જેવી સચિનની વિકેટ પડી કે ભારતની 8 વિકેટ માત્ર 29 રનમાંપ ડી ગઈ. સચિને આ મેચમાં 101 બોલમાં 111 રન બનાવ્યા હતા, જેમાં 8 બાઉન્ડ્રી અને 3 સિક્સર્સ સામેલ હતી. તેમની સેન્ચ્યુરીને કારણે ભારતે 296 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ માત્ર 3 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી.

સ્કોટ સ્ટાયરિસ, શ્રીલંકા સામે 141, ગ્રુપ મેચ, બ્લોમફોન્ટિન, 2003

સ્કોટ સ્ટાયરિસ, શ્રીલંકા સામે 141, ગ્રુપ મેચ, બ્લોમફોન્ટિન, 2003

ન્યૂઝીલેન્ડના કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગે ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગમાં ઉતાર્યું. શ્રીલંકાના કેપ્ટન સનથ જયસૂર્યાએ શાનદાર 120 રન બનાવ્યા, જેને કારણે શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 272 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી. ન્યૂઝીલેન્ડને માત્ર 94 રનમાં 5 વિકેટ ગુાવી દીધી. પરંતુ 4 નંબર પર બેટિંગ કરવા આવેલા સ્ટાયરિસે હાર ન માની અને 125 બોલમાં 141 રનની ઈનિંગ રમી. પરંતુ સામે છેડે કોઈો સાથ ન મળ્યો. પરિણામે શ્રીલંકા 47 રનથી આ મેચ જીતી ગયું. જયસૂર્યા મેન ઓફ ધી મેચ બન્યા.

નીલ જોન્સન, ઓસ્ટ્રેલિયા સામે 132 નોટઆઉટ, સુપરસિક્સ, લોર્ડઝ, 1999

નીલ જોન્સન, ઓસ્ટ્રેલિયા સામે 132 નોટઆઉટ, સુપરસિક્સ, લોર્ડઝ, 1999

મોટા ભાગના ક્રિકેટ ફેન્સ માટે આ મેચ ચોંકાવનારી હતી. ઝિમ્બાબ્વેના કેપ્ટન એલિસ્ટર કેમ્પબેલે ટોસ જીત્યો અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી. માર્ક વૉ 104 અને કેપ્ટન સ્ટીવ વૉના 62 રનને કારણે ઓસ્ટ્રેલાએ 50 ઓવરમાં 4 વિકેટે 303 રન બનાવ્યા. વિન્ડિઝની ટીમમાં કેટલાક વિસ્ફોટક ખેલાડીઓ હતા, પરંતુ ઓપનર નીલ જોન્સ સિવાય કોઈ ન ચાલ્યું. જોનસે 144 બોલમાં નોટઆઉટ 132 રન બનાવ્યા. પરંતુ તેમનો કોઈએ સાથ ન આપ્યો. એટલે આખી ટીમ 6 વિકેટે 259 રન જ બનાવી શકી. અને ઓસ્ટ્રેલિયા જીતી ગયું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
World cup these 5 world class innigns despite the team lost match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more