WPL 2024 : ટ્રોફી જીત્યા બાદ બોયફ્રેન્ડ સાથે જોવા મળી સ્મૃતિ મંધાના, જાણો કોણ છે બોયફ્રેન્ડ પલાશ મુચ્છલ?
વુમન્સ પ્રિમિયલ લીગની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપીટલને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ જીત સાથે સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાની ખુબ ચર્ચા થઈ રહી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2024નું ટાઈટલ જીતી લીધું છે. ફાઇનલમાં RCBએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 113 રન બનાવ્યા. જવાબમાં આરસીબીએ 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી.

RCBની જીત બાદ કેપ્ટન સ્મૃતિ મંધાના બોલિવૂડ સિંગર પલાશ મુચ્છલ સાથે જોવા મળી. પલાશે સ્મૃતિ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. સ્મૃતિ અને પલાશ પહેલા પણ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.
પલાશે ઇન્સ્ટાગ્રામ પર સ્મૃતિ સાથેનો એક ફોટો શેર કર્યો છે. તે સ્મૃતિના ખભા પર હાથ મૂકતો જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડી હરલીન દેઓલે આ ફોટો પર કોમેન્ટ કરી છે. હરલીનની સાથે અન્ય ક્રિકેટરોએ પણ કોમેન્ટ કરી છે. સ્મૃતિનું નામ ઘણા સમયથી પલાશ સાથે જોડાયેલું છે.
પલાશે લાઈવ કોન્સર્ટમાં સ્મૃતિને એક ગીત પણ સમર્પિત કર્યું હતું. આ સાથે તેણે પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો. જો કે સ્મૃતિએ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.
જણાવી દઈએ કે, વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચ RCB અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી.
RCB માટે સ્મૃતિ મંધાનાએ 39 બોલનો સામનો કરીને 31 રન બનાવ્યા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. એલિસ પેરીએ 37 બોલનો સામનો કરીને 35 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. સોફિયા ડિવાઈને 32 રનની ઈનિંગ રમી હતી. રિચા ઘોષે અણનમ 17 રન બનાવ્યા હતા.
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો એલિસ પેરી ટોપ પર છે. તેણે 9 મેચમાં 347 રન બનાવ્યા. મેગ લેનિંગ બીજા નંબર પર છે. તેણે 9 મેચમાં 331 રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
