રિદ્ધિમાન સાહા શાનદાર ઇંનિંગ, 20 બોલમાં 102 રન

Posted By:
Subscribe to Oneindia News

આઇપીએલ શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ કીપર રિદ્ધિમાન સાહા શાનદાર ઇંનિંગ રમી બધાને ચોંકાવી નાખ્યા છે. રિદ્ધિમાન સાહા ઘ્વારા માત્ર 20 બોલમાં જોરદાર 102 રન બનાવ્યા છે. આ ઇંનિંગમાં 4 ચોક્કા અને 14 છક્કા શામિલ છે. રિદ્ધિમાન સાહા ઘ્વારા આ ઇંનિંગ પોતાના ક્લબ મોહન બાગાન તરફથી રમતા જેસી મુખર્જી ટ્રોફી મુકાબલામાં બીએનઆર રિક્રિએશન ક્લબ વિરુદ્ધ રમી હતી.

wriddhiman saha

આપણે જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહા ઘ્વારા જે ચમત્કાર કરવામાં આવ્યો છે તે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના કોઈ પણ બેટ્સમેન ઘ્વારા કરવામાં આવ્યો નથી. સાહા ઘ્વારા પોતાનું આક્રમક રૂપ દર્શાવતા તો20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી નોંધાવી છે. આ મામલે તેમને દુનિયાના તુફાની બેટ્સમેન ક્રિસ ગેલ ને પણ પછાડી દીધા છે. આ પહેલા ક્રિસ ગેલના નામે 30 બોલામાં સદી ફટકારવાનો રેકોર્ડ હતો. તેમને IPL માં આ કારનામો કર્યો હતો.

મેચ પત્યા પછી રિદ્ધિમાન સાહા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મેચની પહેલી બોલ તેમના બેટની વચ્ચે વાગી ત્યારે જ તમને અંદાઝો આવી ગયો કે તેઓ સારી હિટ કરી શકે છે અને તેમને એવું જ કર્યું. મને ખબર નથી કે રેકોર્ડ છે કે નહીં, પરંતુ હું આઇપીએલ માટે તૈયારી કરી રહ્યો છું. મેં અલગ રીતે શોટ રમવાની કોશિશ કરી અને તેમાં સફળતા પણ મળી.

બીએનઆર ક્લબ ઘ્વારા મોહન બાગાન વિરુદ્ધ 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. મોહન બાગાન ને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ મળ્યો. જેને ઓપનર સાહા અને શુભમય દાસ ઘ્વારા વિના વિકેટે માત્ર 7 ઓવરમાં પાર કરી લેવામાં આવ્યો. રિદ્ધિમાન સાહા ના ઓપનર જોડીદાર શુભમય દાસ ઘ્વારા પણ 22 બોલમાં 6 ચોક્કા અને 2 છક્કા ઘ્વારા 43 રનની ઇંનિંગ રમવામાં આવી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Wriddhiman saha scores 102 off just 20 balls

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.