WTC Points Table : ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકે છે ટીમ ઈન્ડિયા, આ ટીમોને હરાવવી પડશે
સતત બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હાર્યા બાદ હવે આ વખતે ભારત ટ્રોફી જીતવા માટે પુરી તાકાત લગાવશે.
પ્રથમ વખત ભારત ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં હારી ગયું હતું અને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્રીજા રાઉન્ડમાં ભારતીય ટીમની સ્થિતિ સારી છે. આ વખતે પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે. ફાઇનલ મેચ 2025માં રમાશે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પર કબજો કરી ચૂકી છે. ભારતીય ટીમ અંતિમ મેચ જીતીને શ્રેણી 4-1થી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ટેબલની વાત કરીએ તો હાલમાં ન્યુઝીલેન્ડ ટોપ પર છે. ટીમ ઈન્ડિયા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર છે. આ ત્રણેય ટીમો વચ્ચે અંતિમ જંગ જોવા મળશે.
આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા છ મહિના સુધી કોઈ ટેસ્ટ મેચ નહીં રમે. બાંગ્લાદેશની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતના પ્રવાસ પર બે ટેસ્ટ રમશે. આ પછી કિવી ટીમ ત્રણ ટેસ્ટ માટે ભારતના પ્રવાસે આવશે. ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચવા માટે આ બંને સામે સિરીઝ જીતવી પડશે.
આખરે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. ટીમ ઈન્ડિયાએ ત્યાં સારું પ્રદર્શન કરવું પડશે. આ પહેલા ઘરઆંગણે શ્રેણીમાં જીત મળે તો ફાઈનલમાં જવાની શક્યતા વધુ હશે.
ટીમ ઈન્ડિયા આગળ વધી શકે છે પરંતુ આ દરમિયાન અન્ય ટીમોનું પ્રદર્શન પણ ઘણું મહત્વનું રહેશે. હજુ 1 વર્ષ બાકી છે. આ સમયગાળા દરમિયાન ટેબલમાં ટીમોની સ્થિતિમાં મોટા ફેરફાર થશે.












Click it and Unblock the Notifications
