Year Ender 2023 : આ વર્ષે વિરાટ કોહલીએ બેટથી ખુબ ધમાલ મચાવી, આ છે વર્ષની યાદગાર ઈનિંગ
2023 નું વર્ષ વિરાટ કોહલી માટે ખાસ રહ્યું છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવા સિવાય તેને ઘણી યાદગાર ઈનિંગ રમી, આજે આપણે આવી જ યાદગાર ઈનિંગ વિશે વાત કરવાના છીએ.
વિરાટ કોહલીએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2048 રન બનાવ્યા. 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં તે બીજા સ્થાને રહ્યો. તેણે આ વર્ષે સૌથી વધુ 8 સદી ફટકારી.

વિરાટ કોહલી માટે આ વર્ષની પ્રથમ મજબૂત ઇનિંગ 15 જાન્યુઆરીએ આવી. ત્યારબાદ વિરાટે શ્રીલંકા સામે તિરુવનંતપુરમ વનડેમાં માત્ર 110 બોલમાં 166 રન બનાવ્યા.
વિરાટ કોહલીની આ વર્ષની બીજી મહત્વપૂર્ણ ઇનિંગ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ફટકારી. અમદાવાદમાં રમાયેલી આ ટેસ્ટમાં વિરાટ કોહલીએ લાંબા સમય બાદ રેડ બોલ ક્રિકેટમાં સદી ફટકારી. તેણે આ મેચની બીજી ઇનિંગમાં 186 રન બનાવ્યા.
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચમાં વિરાટે શાનદાર ઈનિંગ રમી. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં વિરાટે 116 બોલમાં 85 રન બનાવીને ભારતને જીત અપાવી દીધી. વિરાટની આ ઇનિંગ ત્યારે આવી જ્યારે ભારતીય ટીમે માત્ર બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટે અહીં ચોથી વિકેટ માટે KL રાહુલ સાથે 165 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.
વર્લ્ડ કપ 2023 ની અન્ય એક ગ્રુપ મેચમાં વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે શાનદાર 95 રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી. ભારતને જીતવા માટે 274 રનની જરૂર હતી અને અહીં વિરાટ કોહલીએ એક છેડે રહીને ભારતીય ટીમને 4 વિકેટે મહત્વની જીત અપાવી દીધી.
વિરાટ કોહલીની સમગ્ર કારકિર્દીની સૌથી મહત્વની ઈનિંગ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ મેચમાં આવી. ન્યુઝીલેન્ડ સામે વિરાટે 113 બોલમાં 117 રન બનાવીને તેની વન ડે કારકિર્દીની 50 સદી પૂરી કરી.
આ સદી સાથે વિરાટે સચિન તેંડુલકરનો સૌથી વધુ વન ડે સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. આ સેમિફાઇનલ મેચ જીતીને ભારતીય ટીમ 2011 બાદ ફરી એકવાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી.












Click it and Unblock the Notifications
