Year Ender 2024 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે કેવુ રહ્યું 2024 નું વર્ષ? જાણો મહત્વની ઉપલબ્ધિઓ
Lookback 2024 Sports : 2024 નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે ચર્ચાસ્પદ રહ્યું છે. આ વર્ષે ક્રિકેટની દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બની જેને યાદ રખાશે.
ખાસ કરીને 2024 નું વર્ષ ભારતીય મહિલા ક્રિકેટ માટે ખાસ રહ્યું નથી. એક તરફ ભારતીય પુરૂષ ટીમ T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી તો મહિલા ટીમ માટે નિરાશાજનક પ્રદર્શન રહ્યું.

મહિલા એશિયા કપ અને મહિલા T20 વર્લ્ડ કપ બંનેમાં ભારતીય મહિલા ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. જો કે તેનાથી વિપરીત ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું.
આ વર્ષે ભારતીય મહિલા ટીમે કુલ 23 T20 ઈન્ટરનેશનલ મેચ રમી અને તેમાંથી 15 મેચમાં જીત અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. એક મેચ પણ રદ્દ કરવામાં આવી.
ઓસ્ટ્રેલિયા સામે હાર
2024માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી રમી. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે ભારતીય ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ મેચમાં, ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. જો કે તે પછીની બે મેચ હારી અને સિરીઝ ગુમાવી.
બાંગ્લાદેશને તેના જ ઘરમાં હરાવ્યુ
આ હાર બાદ ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો, જ્યાં 5 મેચની T20 શ્રેણી રમી. ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને ઘરઆંગણે શાનદાર રીતે હરાવ્યું અને શ્રેણી 5-0થી જીતી.
નિરાશાજનક T20 વર્લ્ડ કપ
UAEમાં રમાયેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટાઈટલ કર કબ્જો કર્યો. બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રદર્શને નિરાશ કર્યા. ટીમ ઈન્ડિયાએ વિશ્વ કપની શરૂઆત ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કરી હતી અને તે ટાઈટલ જીતવાના પ્રબળ દાવેદારોમાં સામેલ હતી.
જો કે ટીમનું પ્રદર્શન અપેક્ષાઓથી ઘણું દૂર રહ્યું અને ટીમ ગ્રૂપ સ્ટેજમાં ચારમાંથી બે મેચ હારીને બહાર થઈ ગઈ. ભારતીય મહિલા ટીમનું અત્યાર સુધીનું આ સૌથી ખરાબ પ્રદર્શન હતું
વર્ષની છેલ્લી સિરીઝમાં જીત
ભારતે 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણી રમી છેલ્લી મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું અને 60 રનથી જીત મેળવી, જેની સાથે તેણે શ્રેણી 2-1થી જીતી અને વર્ષનો અંત શાનદાર રીતે કર્યો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
