Year Ender 2024 : આ વર્ષે વન ડે ક્રિકેટમાં આ બેટ્સમેનોની બોલબાલા રહી, જાણો સૌથી વધુ રન કોને બનાવ્યા?
Year Ender 2024 : 2024 નું વર્ષ પુરૂ થવામાં છે અને 2025 ની શરૂઆત થઈ ગઈ છે. વિતી રહેલુ 2024 નું વર્ષ ક્રિકેટની દુનિયા માટે ચર્ચામાં રહ્યું છે.
આજે આપણે વન ડે ક્રિકેટના એ બેટ્સમેનોની વાત કરવાના છીએ જેને સૌથી વધુ રન બનાવ્યા. આ લિસ્ટમાં શ્રીલંકન બેટ્સમેનની બોલબાલા છે. આ લિસ્ટ ભારત માટે નિરાશાજનક છે.

વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં પાંચમાં સ્થાને કેનેડિયન ઓલરાઉન્ડર હર્ષ ઠાકર છે. તેણે ODI ક્રિકેટમાં 15 ઇનિંગ્સમાં 553 રન બનાવ્યા છે. તેણે 46.08ની એવરેજ અને 71.77ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. 2024માં તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી.
લિસ્ટમાં ચોથા નંબરે વેસ્ટ ઈન્ડિઝની કેસી કાર્ટી છે, તેણે 2024માં 12 ODI મેચોમાં 560 રન બનાવ્યા. તેના રન 62.22ની એવરેજથી આવ્યા અને તેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે.
આ યાદીમાં ત્રીજા નંબર પર શ્રીલંકાના ચરિથ અસલંકાનું નામ છે, તેણે વર્ષ 2024માં વનડેમાં 16 ઇનિંગ્સમાં 50.41ની એવરેજ અને 97.11ની સ્ટ્રાઇક રેટથી 605 રન બનાવ્યા છે. 2024માં તેની એકમાત્ર ODI સદી કોલંબોમાં ઝિમ્બાબ્વે સામે આવી.
બીજા નંબરે શ્રીલંકન સ્ટાર ક્રિકેટર પથુમ નિસાંકા છે. તેણે 2024માં ODI ક્રિકેટમાં 106.44ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 694 રન બનાવ્યા છે. આ વર્ષે તેના નામે ત્રણ સદી અને બે અડધી સદી છે. તેણે અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક બેવડી સદી ફટકારીને શ્રીલંકાને 42 રનથી જીત અપાવી.
લિસ્ટમાં સૌથી પહેલુ નામ શ્રીલંકન બેટ્સમેન કુસલ મેન્ડિસનું છે. મેન્ડિસ 2024માં ODI ક્રિકેટમાં 742 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 17 મેચમાં 53ની એવરેજથી શાનદાર રન બનાવ્યા છે, જેમાં એક સદી અને છ અડધી સદી સામેલ છે.












Click it and Unblock the Notifications
