Yuvraj Singh Affair : બોલિવૂડની મોટી હસીનાઓને ડેટ કરી ચુક્યો છે યુવરાજ સિંહ, લિસ્ટમાં એકથી એક જાણીતા નામ

Yuvraj Singh Affair : ભારતીય ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાં સામેલ રહેલો યુવરાજ સિંહ તેના ક્રિકેટ કરિયર અને અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહ્યો છે.

કેન્સર જેવી ગંભીર બિમારીને માત આપનારા યુવરાજ સિંહે 6 બોલમાં 6 સિક્સર ફટકારીને દુનિયામાં ડંકો વગાડી દીધો હતો. જણાવી દઈએ કે, યુવરાજ સિંહ ક્રિકેટ કરિયર અને લવ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહ્યો છે.

Yuvraj Singh Affair

યુવરાજ સિંહનું નામ બોલિવૂડની મોટી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યુ છે. ક્યારેક દીપિકા પાદુકોણ અને નેહા ધુપિયાને ડેટ કરનારા યુવરાજ સિંહે હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે.

કિમ શર્મા
અભિનેત્રી કિમ શર્મા અને યુવરાજ સિંહના અફેરની ઘણી ચર્ચા થઈ હતી. જો કે, 2007 માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કહેવાય છે કે બંનેએ લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. કિમ શર્માના ખરાબ સ્વભાવને કારણે આ સંબંધ તૂટી ગયો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે યુવરાજ સિંહની માતા શબનમ કિમને બિલકુલ પસંદ નહોતી કરતી.

કિમ શર્મા
કિમ શર્મા સાથે બ્રેકઅપ પછી યુવરાજ સિંહનું નામ અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની સાથે જોડાયું. યુવરાજ અને પ્રીતિ થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા હતા. જો કે, યુવરાજ કે પ્રીતિ બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી.

દીપિકા પાદુકોણ
યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ પહેલી વાર T20 વર્લ્ડ કપ પછી મળ્યા હતા. તેમની વચ્ચે મિત્રતા શરૂ થઈ અને એકબીજાને ડેટ કરવા લાગ્યા. દીપિકા પાદુકોણે પણ યુવરાજ સિંહ માટે એક મોટી પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. જો કે કહેવાય છે કે દીપિકા પાદુકોણે યુવરાજ સિંહના પજેસીવ સ્વભાવને કારણે તેની સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો.

રિયા સેન
દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપ થયા પછી તરત જ યુવરાજ સિંહે રિયા સેન સાથે સંબંધ શરૂ કર્યો. યુવરાજ એક પાર્ટીમાં રિયા સેનને મળ્યો હતો. આ પછી યુવરાજ અને રિયા ઘણી વાર સાથે જોવા મળ્યા હતા.

મિનિષા લાંબા
યુવરાજ સિંહ અને મિનિષા લાંબાના અફેરના સમાચાર એક ફોટોથી શરૂ થયા હતા. 2011 માં એક તસવીર વાયરલ થઈ હતી જેમાં મિનિષા અને યુવરાજ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. જોકે, મિનિષા લાંબાએ આ વાતને નકારી કાઢી.

આંચલ કુમાર
યુવરાજ સિંહની બાળપણની મિત્ર આંચલ કુમાર સાથે પણ તેનું જોડાયું હતું. બંનેને ઘણી IPL પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ યુવરાજ સિંહ અને આંચલ કુમારના પ્રેમ સંબંધના સમાચાર વાયરલ થવા લાગ્યા. જો કે, આ મામલે બંનેએ કોઈ ખુલાસો કર્યો નથી.

નેહા ધૂપિયા
અભિનેત્રી નેહા ધૂપિયાના યુવરાજ સિંહ સાથેના પ્રેમના સમાચાર વાયરલ થયા હતા. આ કપલના ડેટિંગના પહેલા સમાચાર 2014 માં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે બંને સોફી ચૌધરીના જન્મદિવસની પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. જો કે, નેહા ધૂપિયાએ તેમના ડેટિંગની અફવાઓને નકારી કાઢી. યુવરાજ સિંહે આ વિશે ક્યારેય કંઈ કહ્યું નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X