Yuvraj Singh : 6 વર્ષ બાદ ફરી મેદાન પર જોવા મળશે યુવરાજ સિંહ, આ સ્ટાર ખેલાડીની લઈ શકે છે જગ્યા
આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શનમાં ઘણી ટીમોમાં મોટા ફેરફાર થઈ શકે છે. આ ક્રમમાં જ અહેવાલો છે કે યુવરાજ સિંહ પણ ટીમ સાથે જોડાઈ શકે છે.
અહેવાલો અનુસાર, IPL 2025 મેગા હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી ફ્રેન્ચાઇઝી છોડી શકે છે.

એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મુખ્ય કોચના પદ માટે યુવરાજ સિંહને વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જો કે હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. ટીમના માર્ગદર્શક ગેરી કર્સ્ટને તેમના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારથી જીટીમાં પરિવર્તનનો સમયગાળો શરૂ થયો છે.
અહેવાલો અનુસાર, ગુજરાત ટાઇટન્સમાં ઘણા ફેરફારો શક્ય છે. આશિષ નેહરા અને વિક્રમ સોલંકી સંભવતઃ ટીમ છોડવા જઈ રહ્યા છે અને મુખ્ય કોચ પદ માટે યુવરાજ સિંહના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો કે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો શક્ય છે. જીટીના વર્તમાન કોચિંગ સ્ટાફમાં આશિષ કપૂર, નઈમ અમીન, નરેન્દ્ર નેગી અને મિથુન મનહાસ પણ સામેલ છે, રિપોર્ટ અનુસાર, આ તમામ લોકોએ નવી જગ્યા શોધવાનું શરૂ કર્યું છે.
આ સિવાય અટકળો છે કે અદાણી ગ્રુપ IPL 2025ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો ખરીદી શકે છે. આ જ કારણે ગુજરાતની ટીમમાં ઘણા મોટા ફેરફારો થઈ રહ્યાં છે.
IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહ કોઈપણ ટીમ સાથે સંકળાયેલો ન હોવાથી તેને ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ બનાવવો એ ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય સાબિત થશે.
યુવરાજ છેલ્લે 2019માં આઈપીએલમાં ખેલાડી તરીકે જોવા મળ્યો હતો. નોંધનીય છે કે જીટીનો કેપ્ટન શુભમન ગિલ છે, જે યુવરાજની જેમ પંજાબથી આવે છે.
ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ વર્ષ 2022માં IPLમાં પ્રવેશ કર્યો હતો. આશિષ નેહરા પ્રથમ સિઝનથી જ જીટીના મુખ્ય કોચ છે અને તેમણે 2022માં ગુજરાતને IPL ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ટીમ 2023માં ઉપવિજેતા રહી હતી, પરંતુ IPL 2024માં GTનું પ્રદર્શન ઘણું ખરાબ હતું, ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે હતી.












Click it and Unblock the Notifications
