યુવરાજસિંહ પર બનશે બાયોપિક, આ એક્ટર નિભાવી શકે છે યુવીનો રોલ
Yuvraj Singh Biopic: પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પર ફિલ્મ બનશે. યુવીની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તરણ આદર્શે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ બાયોપિકનું નિર્માણ ભૂષણ કુમાર-રવિ ભાગચંદકા કરશે. જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે, યુવીની બાયોપિકમાં કયો એક્ટર તેનું પાત્ર ભજવશે.
ઉલ્લેખનીય છે કે, યુવી ભારતના મહાન ક્રિકેટરોમાંથી એક છે. યુવીના દમ પર ભારતે 2011માં બીજી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
હવે સવાલ એ છે કે, બાયોપિકમાં યુવીનું પાત્ર કયો અભિનેતા ભજવશે? આ અહેવાલમાં આપણે જાણીશું કે, કયો એક્ટર યુવીની ભૂમિકા નિભાવી શકે છે.
સિદ્ધાંત ચતુર્વેદી - ખુદ યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તેમના પર બાયોપિક બનાવવામાં આવે છે, તો સિદ્ધાંત ચતુર્વેદીએ તેની ભૂમિકા ભજવવી જોઈએ.
હવે જોવાનું એ રહે છે કે, સિદ્ધાંત ચતુર્વેદીને યુવીની ભૂમિકા ભજવવાની તક મળે છે કે કેમ? કારણ કે, સિદ્ધાંતે ક્રિકેટ આધારિત વેબ-સિરીઝ ઇનસાઇડ એજમાં ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી.
સિદ્ધાંત માટે સૌથી વધુ સારી બાબત એ છે કે, તેનું આખું શરીર ખેલાડી જેવું જ છે, તેથી હવે જોવાનું એ રહેશે કે, નિર્માતા યુવીના રોલ માટે કયા અભિનેતાને પસંદ કરે છે.

રણબીર કપૂર - અભિનેતા રણબીર કપૂર પણ યુવરાજ સિંહની બાયોપિક માટે યોગ્ય પસંદગી હશે. રણબીર કપૂરની એક્ટિંગ વિશે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે.
યુવીની કારકિર્દી પણ સંઘર્ષથી ભરેલી રહી છે. આવી સ્થિતિમાં, જો રણબીર યુવીની ભૂમિકા ભજવે છે, તો તે કેક પર આઈસિંગ હશે.
સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું હતું ધોનીનું પાત્ર - બાયોપિકમાં ધોનીનું પાત્ર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું હતું. સુશાંતે પોતાની એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા હતા.
ધોનીની બાયોપિકમાં સુશાંતની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી.
યુવરાજ સિંહની કારકિર્દી - પોતાની કારકિર્દીમાં યુવરાજ સિંહે 40 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 3 સદી અને 11 અડધી સદી હતી. આ સિવાય યુવીએ 304 વનડેમાં 8701 રન બનાવ્યા છે.
વનડેમાં યુવીના નામે 14 સદી અને 52 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે. ટી-20 ઈન્ટરનેશનલમાં યુવીએ 58 મેચ રમીને કુલ 1177 રન બનાવ્યા છે.
કેન્સર સાથે ODI વર્લ્ડ કપ રમ્યો - યુવરાજ સિંહને 2011 વર્લ્ડ કપ દરમિયાન કેન્સર થયું હતું. કૈસર પછી પણ યુવીએ વર્લ્ડ કપ રમવાનું ચાલુ રાખ્યું અને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.
યુવીના આ સંઘર્ષે દેશવાસીઓને ચોંકાવી દીધા હતા. યુવરાજ સિંહને વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો.
કેન્સર સામે લડ્યા પછી પુનરાગમન - યુવરાજ સિંહના કેન્સરની સારવાર બોસ્ટન અને ઇન્ડિયાનાપોલિસમાં કરવામાં આવી હતી.
માર્ચ 2012 માં કીમોથેરાપીના ત્રીજા અને અંતિમ સાયકલ બાદ તેને રજા આપવામાં આવી હતી. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડ્યા બાદ યુવીએ ક્રિકેટના મેદાનમાં વાપસી કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું.
BIOPIC ON CRICKETER YUVRAJ SINGH ANNOUNCED... BHUSHAN KUMAR - RAVI BHAGCHANDKA TO PRODUCE... In a groundbreaking announcement, producers #BhushanKumar and #RaviBhagchandka will bring cricket legend #YuvrajSingh's extraordinary life to the big screen.
— taran adarsh (@taran_adarsh) August 20, 2024
The biopic - not titled yet… pic.twitter.com/dJYtTgFHIN
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
