સેલ્ફી લેવા મુદ્દે ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો, એક વ્યક્તિની ધરપકડ કરાઈ
ક્રિકેટર પૃથ્વી શો પર કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
મુંબઈ : ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી વિગતો અનુસાર, મુંબઈમાં સેલ્ફી માટે ના પાડતા કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે. હવે પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી છે.

મળી રહેલી વિગતો અનુસાર, આરોપી સપના ગીલ અને તેના મિત્રોએ પૃથ્વી પાસે સેલ્ફીની માંગ કરી હતી. પૃથ્વીએ પહેલીવાર સેલ્ફી આપી અને બીજી વાર ના પાડી. આ પછી બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ વધતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આરોપ છે કે ઝઘડા દરમિયાન પૃથ્વીના મિત્રની કારમાં તોડફોડ કરાઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપી સપના ગીલની ધરપકડ કરી છે. આ કેસમાં કુલ 8 લોકો આરોપી છે.
આ મામલે પોલીસે જણાવ્યુ કે, આરોપીઓએ વાહનમાં તોડફોડ કરી હતી અને મામલો રફાદફા કરવા 50 હજારની માંગણી કરી હતી. આ મામલે મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે જણાવ્યુ કે,ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલાના સંબંધમાં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે ભેગા થવા, અસેંબલી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
ડીસીપીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદી ક્રિકેટરની કારને નુકસાન પહોંચાડ્યું હતું અને મામલો પતાવવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્યોની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે.












Click it and Unblock the Notifications
