યુસુફ પઠાણે આફરીન સાથે શરૂ કરી જીંદગીની નવી ઇનિંગ
મુંબઇ, 28 માર્ચ: પોતાની વિસ્ફોટક બેટિંગથી દર્શકોને રોચાંચિત કરનાર બેસ્ટમેન યુસુફ પઠાણે બુધાવારે એટલે કે હોળીના દિવસે દામ્પત્ય જીવનના તાંતણે બંધાઇ ગયા છે. યુસુફ પઠાણે ગઇકાલે એક પારિવારીક સમારંભમાં પોતાની પત્ની સાથે નવી ઇનિંગ શરૂ કરી છે.
30 વર્ષીય હરફનમૌલા ક્રિકેટર યુસુફ પઠાણે આફરીન સાથે ગત વર્ષે વડોદરાથી 60 કિમી દૂર નડિયાદમાં પોતાના ફાર્મહાઉસ પર એક સમારોહમાં સગાઇ કરી હતી. આ વૈવાહિક સમારોહ દરમિયાન નાનો ભાઇ ઇરફાન પઠાણ પણ હાજર હતો. યુસુફ પઠાણની જીવનસંગિનીનો જન્મ અને પાલન-પોષણ મુંબઇમાં થયું છે પરંતુ વડોદરામાં તે ફિઝીયોથેરેપીની પ્રેક્ટિસ કરે છે. આ અરેન્જ મેરેજ હતા અને બંને પરિવારોની રજામંદી બાદ બંનેના લગ્ન નક્કી કરાયા હતા.

આંતરરાષ્ટ્રીય મેચો અને ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)માં વિસ્ફોટક ઇનિંગ રમીને દર્શકો અને પ્રશંસકોને ખુશ કરી દેનાર યુસુફ પઠાણ થોડા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર છે. યુસુફ પઠાણ 57 વન-ડે મેચ રમ્યો છે જેમાં તેને 810 રન બનાવ્યા છે. જેમાં 2 સદી ફટકરી અને ત્રણ અર્ધશતક ફટકાર્યા છે. જ્યારે ટ્વેન્ટી-20માં 22 મેચ રમ્યો છે અને કુલ 236 રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
