For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CSK vs MI : ધોનીએ છેલ્લા બોલે CSKને જીતાડી, મુંબઈના નામે શરમજનક રેકોર્ડ!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને એક રોમાંચક વળાંક પર ચેન્નઈ સુપર કિંગ્સના હાથે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને એક રોમાંચક વળાંક પર ચેન્નઈ સુપર કિંગ્સના હાથે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નઈએ વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચના છેલ્લા બોલ પર ટીમને જીત અપાવી હતી. ચેન્નઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર હતી, પરંતુ જયદેવ ઉનડકટ રન બચાવી શક્યો નહોતો.

CSK vs MI

આ સાથે મુંબઈના નામે આઈપીએલ ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ બની ગયો છે. આ સિઝનમાં મુંબઈની આ સતત 7મી હાર છે. આ સાથે જ મુંબઈ IPLના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની ગઈ છે જે સતત પ્રથમ 7 મેચ હારી છે. આ સાથે જ ચેન્નઈએ 7 મેચમાં બીજી જીત નોંધાવીને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી હતી.

ચેન્નઈની 7 મેચમાં આ બીજી જીત છે. ટીમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં પોઈન્ટ ટેબલ પર, CSK 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આ સાથે જ મુંબઈની આ સતત 7મી હાર છે. આ સિઝનમાં ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે જો રેસમાં રહેવું હોય તો બાકીની સાત મેચ જીતવી પડશે.

આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જોકે ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. તિલક વર્માએ સૌથી વધુ અણનમ 51 રનની ઇનિંગ રમી હતી. CSK તરફથી મુકેશ ચૌધરીએ 3 વિકેટ લીધી હતી.

English summary
CSK vs MI: Dhoni wins CSK in last ball, Mumbai's embarrassing record!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X