For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CSK vs SRH : ચેન્નઈના મોટા બેટ્સમેન નિષ્ફળ, હૈદરાબાદને 155 રનનો ટાર્ગેટ!

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 17મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોએ ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન પર લગામ લગાવવાનું કામ કર્યું. ચેન્નઈ અત્યાર સુધી સિઝનમાં જીતનું ખાતું ખોલાવી શકી નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 17મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોએ ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન પર લગામ લગાવવાનું કામ કર્યું. ચેન્નઈ અત્યાર સુધી સિઝનમાં જીતનું ખાતું ખોલાવી શકી નથી. એવી ધારણા હતી કે ચેન્નઈની ટીમ હૈદરાબાદ સામે મોટો સ્કોર બનાવશે, પરંતુ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શકી હતી.

CSK vs SRH

હૈદરાબાદે ટોસ જીત્યા બાદ ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું. ઓપનિંગમાં આવેલા રોબિન ઉથપ્પા અને રૂતુરાજ ગાયકવાડ બરાબર રમી રહ્યા હતા, બંનેએ 3 ઓવરમાં 25 રન ઉમેર્યા હતા, પરંતુ વોશિંગ્ટન સુંદરે ચોથી ઓવરના પહેલા બોલ પર ઉથપ્પાને આઉટ કરીને આ ભાગીદારી તોડી નાખી હતી. ઉથપ્પા 11 બોલમાં 1 ફોર સાથે 15 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઇનિંગની છઠ્ઠી ઓવરમાં ટી નટરાજને ગાયકવાડને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગાયકવાડ 13 બોલમાં 16 રન બનાવી શક્યો હતો. તે આ સિઝનમાં અત્યાર સુધી અપેક્ષિત ફોર્મ દર્શાવી શક્યો નથી જે ચેન્નાઈ માટે ચિંતાનો વિષય છે.

ત્રણ નંબરનો બેટ્સમેન મોઈન અલી ટીમના 36ના સ્કોર પર ઓપનિંગ જોડીના પેવેલિયન પાછા ફર્યા પછી મેદાનમાં આવ્યો હતો. તેણે અંબાતી રાયડુ સાથે મળીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી, જેના કારણે ચેન્નઈનો સ્કોર 98 સુધી પહોંચ્યો. આ ભાગીદારી 14મી ઓવરમાં સુંદરે તોડી, જેણે રાયડુને પોતાનો શિકાર બનાવ્યો. રાયડુ 27 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મોઈન અલી પણ અડધી સદી ચૂકી ગયો, જે 35 બોલમાં 48 રન બનાવીને એડમ માર્કરામનો શિકાર બન્યો. ચેન્નઈને પાંચમો ફટકો શિવમ દુબેના રૂપમાં લાગ્યો હતો જે માત્ર 3 રન બનાવી શક્યો હતો. નટરાજને દુબેને આઉટ કર્યો. આ રીતે ચેન્નાઈની અડધી ટીમ 110ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

કેપ્ટન રવિન્દ્ર જાડેજા હૈદરાબાદના બોલરોનો સામનો કરતો જોવા મળ્યો હતો. એક સમયે ટીમ 140થી આગળ જાય તેવું લાગતું ન હતું, પરંતુ જાડેજાએ ટીમને 150થી આગળ વધારી હતી. છઠ્ઠા નંબર પર આવતા જાડેજાએ 15 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. 7મા નંબરે આવેલ વિકેટ કીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની 6 બોલમાં 3 રન બનાવીને માર્કો જેન્સનનો શિકાર બન્યો હતો. આ પછી ડ્વેન બ્રાવો (8) અને ક્રિસ જોર્ડન (6) સાથે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટીમનો સ્કોર 154 સુધી પહોંચાડ્યો હતો. હૈદરાબાદ તરફથી બોલિંગમાં વોશિંગ્ટન સુંદરે 21 રન આપીને 2 જ્યારે નટરાજને 30 રનમાં 2 વિકેટ લીધી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર, માર્કો અને એડન માર્કરામે 1-1 વિકેટ લીધી હતી.

English summary
CSK vs SRH: Chennai's big batsmen fail, Hyderabad hit 155-run target!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X