For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2018: મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ

ભારતની મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ વર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ભારતનો 21 માં કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતની મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ વર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ભારતનો 21 માં કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ છે. વર્ષ 2017 વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ કુલ 196 કિલોગ્રામ વજન ઉઠાવીને ઇતિહાસ રચ્યો છે. મહિલાઓના 48 કિલોગ્રામ વેટલિફ્ટિંગ ડિવિઝનમાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો છે.

mirabai chanu

સ્નેચ રાઉન્ડમાં પહેલા તેમને 80 પછી 84 અને ત્રીજી વાર 86 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું. તેની સાથે તેમને પોતાનો પણ રેકોર્ડ તોડી દીધો. 86 કિલો વજન ઉઠાવીને તેમને કોમનવેલ્થ ગેમ રેકોર્ડ પણ કાયમ કર્યો.

23 વર્ષની મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ પોતાના વજન કરતા લગભગ 4 ગણું વજન એટલે જે 194 કિલો વજન ઉઠાવીને ગયા વર્ષે વર્લ્ડ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મીરાબાઈ ચાનુ 11 વર્ષની ઉંમરે જ અંડર 15 ચેમ્પિયન બની હતી અને 17 વર્ષની ઉંમરે જુનિયર ચેમ્પિયન બની હતી. જે કુંજુરાની ને જોઈને મીરાના મનમાં ચેમ્પિયન બનવાનું સપનું આવ્યું હતું, તેવા પોતાના જ આઇડલનો 12 વર્ષ જૂનો રેકોર્ડ મીરાએ 192 કિલોગ્રામ વજન વર્ષ 2016 દરમિયાન ઉઠાવીને તોડ્યો હતો.

English summary
CWG 2018 mirabai chanu wins gold medal in weighlifting 48kgs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X