For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2022: ભારતીય પહેલવાનોએ એક જ દિવસમાં ભારતને જીતાડ્યા 3 ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ પણ આવ્યા ખાતામાં

કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય કુસ્તીબાજોએ પોતાનો દબદબો જમાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બર્મિંગહામઃ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય કુસ્તીબાજોએ પોતાનો દબદબો જમાવ્યો છે. બર્મિંગહામમાં શુક્રવાર સંપૂર્ણપણે ભારતીય કુસ્તીના નામે હતો. ભારતીય કુસ્તીબાજોએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને દીપક પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે અંશુ મલિકે સિલ્વર અને દિવ્યાન કાકરાને બ્રૉન્ઝ મેડલ જીત્યો.

બજરંગે સૌથી પહેલા જીત્યો ગોલ્ડ

બજરંગે સૌથી પહેલા જીત્યો ગોલ્ડ

કૉમનવેલ્થ ગેમ્સના 8માં દિવસે રેસલિંગ ઈવેન્ટ્સનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને બર્મિંગહામમાં ભારતીય કુસ્તીબાજોએ સમગ્ર વિશ્વની સામે ભારતની ઉત્કૃષ્ટ રમત દર્શાવી હતી. સૌ પ્રથમ બજરંગ પુનિયાએ પુરુષોની 65 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીની ફાઇનલ મેચમાં કેનેડાના લચલાન મેકનીલને 9-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બજરંગે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડના જ્યોર્જ રામને 10-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યોર્જ રામ કુસ્તીમાં સૌથી શક્તિશાળી ખેલાડી માનવામાં આવતા હતા.

સાક્ષી મલિકે પહેલી વાર કૉમનવેલ્થ ગેમ્સનો જીત્યો ગોલ્ડ

સાક્ષી મલિકે પહેલી વાર કૉમનવેલ્થ ગેમ્સનો જીત્યો ગોલ્ડ

બજરંગ પુનિયા પછી સાક્ષી મલિકે ભારતને 8મો ગોલ્ડ મેડલ અપાવવા માટે કામ કર્યુ. તમને જણાવી દઈએ કે સાક્ષી મલિકે 62 કિલો વજન ફ્રી સ્ટાઇલ કેટેગરીની ફાઇનલમાં કેનેડાની ગોડિનેઝ ગોન્ઝાલેઝને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાક્ષીએ વિરોધી ખેલાડીને ફટકારીને ચાર પોઈન્ટ મેળવ્યા અને મેચ જીતી લીધી. તમને જણાવી દઈએ કે સાક્ષી મલિકે કૉમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ જીત્યો છે. આ પહેલા તેણે 2014માં સિલ્વર અને 2018માં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

દીપક પુનિયાએ પાકિસ્તાનને હરાવીને જીત્યો ગોલ્ડ

દીપક પુનિયાએ પાકિસ્તાનને હરાવીને જીત્યો ગોલ્ડ

કુસ્તીમાં સૌથી રસપ્રદ મુકાબલો દીપક પુનિયા અને પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ ઈમાન વચ્ચે હતો. બજરંગ અને સાક્ષી મલિક બાદ દીપક પુનિયાએ પણ 86 કિલો વજન ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં મોહમ્મદ ઇનામને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપક પુનિયાએ ભારતનો 9મો ગોલ્ડ મેડલ જીત્યો. દીપક પુનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં શેકુ કાસેગબામાને 10-0થી હરાવ્યો હતો.

એક સિલ્વર અને બે બ્રૉન્ઝ પણ

એક સિલ્વર અને બે બ્રૉન્ઝ પણ

ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતીય કુસ્તીબાજોએ કુસ્તીમાં એક સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ પણ જીત્યા છે. પ્રથમ અંશુ મલિકે મહિલાઓની 57 કિગ્રાશ્રેણીમાં જીત મેળવી સિલ્વર મેડલ જીત્યો. અંશુ મલિકને ગોલ્ડની દાવેદાર માનવામાં આવતી હતી પરંતુ ફાઇનલમાં તેને નાઇજીરીયાના ઓડુનાયો અડેકુરોયેએ 7-3થી હાર આપી હતી. ઓડુનાયોએ કૉમનવેલ્થમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય દિવ્યા કાકરાને ફ્રી સ્ટાઇલ 68 કિગ્રા કેટેગરીમાં ટોંગાની લિલી કોકરને 2-0થી હરાવીને બ્રૉન્ઝ જીત્યો હતો. જ્યારે મોહિત ગ્રેવાલે પણ 125 કિગ્રા કેટેગરીમાં બ્રૉન્ઝ જીત્યો હતો.

English summary
CWG 2022: India won Three gold medal in wrestling and one silver
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X