DC vs RCB : દિનેશ કાર્તિકની વિસ્ફોટક ઈનિંગ્સ, DCને 190 રનનો ટાર્ગેટ
IPL 2022ની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ સામે જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 34 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા.
92 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ આરસીબીની ઇનિંગ મુશ્કેલીમાં જોવા મળી હતી, પરંતુ તે પછી દિનેશ કાર્તિક અને શાહબાદ અહેમદે ઇનિંગની કમાન સંભાળી હતી. બંને ખેલાડીઓએ 5મી વિકેટ માટે અણનમ 97 રન જોડ્યા હતા. દિનેશે અણનમ 66 અને શાહબાઝે 21 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા.
મેચની 18મી ઓવરમાં દિનેશ કાર્તિકના બેટથી હંગામો મચી ગયો હતો. તેણે મુસ્તાફિઝુર રહેમાનની ઓવરના પહેલા ત્રણ બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ છેલ્લા ત્રણ બોલમાં બે સિક્સ અને એક ફોર ફટકારી હતી. રહેમાનની આ ઓવરમાં 28 રન આવ્યા હતા. શાનદાર ઇનિંગ રમીને તેણે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કાર્તિક 34 બોલમાં 66 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ગ્લેન મેક્સવેલે મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર બેટિંગ કરતા 30 બોલમાં તેની IPL કારકિર્દીની 13મી અડધી સદી પૂરી કરી હતી. જો કે, તે પોતાની ઇનિંગ્સને વધુ લંબાવી શક્યો ન હતો અને 55 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપના ખાતામાં ગ્લેનની વિકેટ આવી. પોતાની પ્રથમ ઓવરમાં 23 રન આપનાર કુલદીપે મેક્સીને આઉટ કરીને પોતાનો બદલો પૂરો કર્યો હતો.