For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેહવાગને ટીમની બહાર કાઢવા પાછળ ધોનીનો હાથ હોય શકે છે: ગાંગુલી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

virendra-dhoni
નવી દિલ્હી, 10 માર્ચ: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ટીમમાંથી વિસ્ફોટક બેસ્ટમેન વિરેન્દ્ર સેહવાગને બહાર કરી દેવામાં આવતાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ હેરાનગી દર્શાવી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે બહાર પાછળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હાથ હોય શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ટેસ્ટ મેચ મોહાલીમાં યોજાવવાની છે. ચાર ટેસ્ટ મેચોની શૃંખલામાંથી બે મેચ જીતીને ભારત શૃંખલામાં 2-0થી આગળ છે. ચોથી ટેચ દિલ્હીમાં રમાવનારી છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ફોર્મના આધાર પર જો વિરેન્દ્ર સેહવાગને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યાં છે તો આ આધાર પર અન્ય ખેલાડી પણ બહાર થવા જોઇએ. તેમને કહ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગની કમી ભારતને અનુભવવી પડશે.

વિરેન્દ્ર સેહવાગને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હાલની સીરીજમાં અત્યાર સુધી રમવામાં આવેલી બે મેચમાં ત્રણ દાવમાં 2,19 અને 6 રન બનાવ્યા છે. આ કારણે પંદગીકર્તાઓએ તેમની પસંદગી કરી નથી. ત્રીજી ટેસ્ટ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ સંઘ (પીસીએ) મેદાન પર 14 માર્ચના રોજ રમાશે અને વિરેન્દ્ર સેહવાગ હવે આ મેદાન પર સૌથી વધુ રન બનાવનાર બેસ્ટમેન છે.

મોહાલીમાં વિરેન્દ્ર સેહવાગે છ મેચોના 12 દાવમાં એક વાર અણનમ રહેતાં અત્યાર સુધી 645 રન બનાવ્યાં છે. તેમનાથી વધુ રન રાહુલ દ્રવિડ (735) અને સચિન તેન્ડુલકર (709) રન બનાવ્યા છે. વિરેન્દ્ર સેહવાગ ટીમમાં હોત તો તે દ્રવિડને પછાડી મોહાલીના દબંગ બની શકતા પરંતુ કદાચ તેમની કિસ્મત સાથ આપી રહી નથી.

English summary
Expressing surprise over the dropping of dashing India opener Virender Sehwag, former captain Sourav Ganguly Saturday said current team skipper MS Dhoni had a hand in the exclusion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X