For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીએ બદલ્યું વલણ, વ્યક્તિગત પ્રદર્શનને આપ્યું મહત્વ

|
Google Oneindia Gujarati News

dhoni
નવીદિલ્હી, 25 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી ટોસ અને પીચની સ્થિતિને વધારે મહત્વ આપનાર ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાન વિરુદ્ધ આજથી શરૂ થઇ રહેલી ટી20 શ્રેણી પહેલાં પોતાનું વલણ બદલતા કહ્યું છે કે ખેલાડીઓનું વ્યક્તિગત પ્રદર્શન મહત્વનું સાબિત થશે.

ભારત, પાકિસ્તાન સામે બે ટી20 અને ત્રણ વનડે મેચ રમશે. પહેલી ટી20 ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ટોસ અને પીચ અંગે વધુ દબાણ કરનાર ધોનીએ એ બાબતો વાત કરવાનું ટાળ્યું હતું અને માત્ર પ્રદર્શનને જ મહત્વ આપ્યું હતું. તેણે મેચ પહેલા યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે પ્રત્યેક ખેલાડી કેવું પ્રદર્શન કરે છે. તે એક બીજા માટે કેવું મંચ તૈયાર કરે છે.

કામચલાઉ બોલર કે બેટ્સમેનોએ પણ યોગદાન આપવું પડશે. બન્ને ટીમો એક જેવી છે અને જે સારી રમત દર્શાવશે તે વિજયી બનશે. ધોનીએ કહ્યું કે, અમે મેચ શરૂ થાય તે પહેલાં લક્ષ્ય નક્કી નથી કરી રહ્યાં, કારણ કે પ્રત્યેક પાંચ કે છ ઓવર બાદ અમે રણનીતિ બનાવીશું. અમારું પહેલું ધ્યાન સારી શરુઆત કરવા અંગે છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 શ્રેણી સરભર થવા અંગે ધોનીએ કહ્યું કે, તેનાથી ખેલાડીઓને લય મેળવવામાં મદદ કરશે. ટી20 થોડીક અલગ છે. તમારે થોડુક અલગ વિચારવું પડશે. કેટલીક મેચ રમવાથી અમને લય હાંસલ કરવામાં મદદ મળશે.

English summary
Dhoni says, “We expect a very tough play from Pakistan but we are to keep them in pressure from the very beginning to ensure an equal opposition in the series”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X