ધોની બન્યો આઇસીસીની વનડે ટીમનો સુકાની
મુંબઇ, 3 ડિસેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને આઇસીસીએ પોતાની આ વર્ષે જાહેર કરેલી વનડે ટીમનો સુકાની બનાવ્યો છે. આઇસીસીની વનડે ટીમમાં ધોની ઉપરાંત શિખર ધવન અને રવિન્દ્ર જાડેજાનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. આઇસીસીની 12 સભ્યોની વનડે ટીમમાં સાત દેશોના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ધોની એકમાત્ર એવા ખેલાડી છે કે, જેનો સતત છઠ્ઠીવાર આઇસીસીની વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સમિતિના અન્ય સભ્યોમાં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર અને સુકાની વકાર યુનિસ, ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની એલેક સ્ટૂઅર્ટ, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ગ્રીમ પોલોક તથા ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની કૈથરીન કેંપબેલ સામેલ હતા.
આઇસીસી વનડે ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), તિલકરત્ને દિલશાન, શિખર ધવન, હાસિમ અમલા, કુમાર સંગાકારા, અબ્રાહમ ડિવિલિયર્સ, રવિન્દ્ર જાડેજા, સઇદ અજમલ, મિશેલ સ્ટાર્ક, લસિથ મલિંગા અને મિશેલ મેક્લેનહન.












Click it and Unblock the Notifications
