For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ મુદ્દે ધોની ફરીવાર ચુપ

By Sriram Hebbar
|
Google Oneindia Gujarati News

msdhoni
મુંબઇ 28 મેઃ સ્પોટ ફિક્સિંગના દાગ દામનમાં લઇને પૂર્ણ થયેલી આઇપીએલ 6 બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જો કે પરિષદ દરમિયાન ધોનીએ સ્પોટ ફિક્સિંગ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા.

પત્રકાર પરિષદ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ બદલ પકડાયેલા ખેલાડીઓ અને ચેન્નાઇ સુપર કિંગ્સનું નામ પણ સ્પોટ ફિક્સિંગમાં ચગ્યું હતું, તે અંગે ધોનીને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ ધોનીએ એ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા અને તેણે માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે તેવો આગ્રહ કરતા આયોજકોએ પત્રકારોને સ્પોટ ફિક્સિંગ અંગે પ્રશ્નો નહીં પૂછવા જણાવ્યું હતું.

ચેમ્પયિન્સ ટ્રોફી અંગે ધોનીએ કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફીનો દરેક મુકાબલો મહત્વનો હોય છે. અમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ અને અમારી પાસે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટેની આ સોનેરી તક છે.

નોંધનીય છે કે, આઇપીએલ 6 દરમિયાન દિલ્હી પોલીસ અને મુંબઇ પોલીસે સ્પોટ ફિક્સિંગ સબબ શ્રીસંથ સહિત રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની તથા, બોલિવુડ અભિનેતા વિંદુ દારા સિંગ અને ચેન્નાઇ સુપર કિંગ્સના માલિકના જમાઇ મયપ્પન ધરપકડ કરી હતી. આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવતા દેશભરમાં આઇપીએલને લઇને રોષ ફાટી નિકળ્યો હતો.

English summary
dhoni reduced to gave answer on IPL spot fixing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X