ધોનીના બેટ પર સ્ટીકર લગાવવાની કિંમત 8 કરોડ

નવી દિલ્હી, 7 ઓક્ટોબર : ભાગ્યના ધનવાન ગણવામાં આવતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કૂલ એમ એસ ધોનીનના બેટ પર કોઇ પણ કંપનીએ પોતાનું સ્ટીકર લગાવવું હોય તો તેની કિંમત કેટલી છે તે આપ જાણો છો? આપને જણાવી દઇએ કે આ કિંમત 8 કરોડ રૂપિયા છે. આટલી અધધધ કિંમત હોવા છતાં ધોનીના બેટ પર પોતાની કંપનીનું સ્ટીકર લગાવવા માટે કંપનીઓ વચ્ચે હોડ જામી છે.

દેશના અગ્રણી અખબાર ટીઓઆઇના અહેવાલ અનુસાર કેપ્ટનના બેટ માટેની સ્પોન્સરશિપ માટેની રકમ અંગે કંપનીઓ વચ્ચે ભારે રસાકસી છે. બીજી તરફ ધોની પણ પોતે નિર્ધારિત કરેલી રકમથી ઓછી રકમ લેવા માટે ટસના મસ થઇ રહ્યા નથી. સ્પોન્સરશિપ ઉપરાંત જો કંપનીઓ કોઇ પણ પ્રકારના મર્ચન્ડાઇઝની ડીલ કરવા માંગે છે તો આ માટે તેમણે અલગ રકમની ચૂકવણી કરવી પડશે.

dhoni

આપને જાણીને નવાઇ લાગશે કે વર્તમાન સમયમાં ધોની 23 બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ આ દરમિયાન અન્ય કંપનીઓનો પણ પ્રચાર કરે છે. ધોનીની બ્રાન્ડ વેલ્યુને જોતા કંપનીઓ મોં માંગી રકમ આપીને તેમની સાથે કરાર કરે છે. જેમાં પ્રોડક્ટના વેચાણ પર તેમને રોયલ્ટી પણ ચૂકવવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રકારના કરાર ઐતિહાસિક છે.

નોંધનીય છે કે ચેમ્પિયન્સ લીગ દરમિયાન ધોનીના બેટ પર કોઇ સ્ટીકર ન હતું. 10 ઓક્ટોબરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વન ડે સીરીઝ રમાનારી છે. તે પહેલા આ કરાર થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X