For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલને સતાવી રહી છે એક ચિંતા

|
Google Oneindia Gujarati News

કાર્ડિફ, 4 જૂનઃ પ્રથમ અભ્યાસ મેચમાં શ્રીલંકા પર શાનદાર જીત નોંધાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના પ્રયાસો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે થનારી અભ્યાસ મેચમાં પોતાના બોલર્સ અને બેટ્સમેન બન્નેને પારખવાના હશે. આ ભારત માટે અંતિમ અભ્યાસ મેચ હશે.

ભારતના બેટ્સમેન આજે ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ આક્રમણનો સામનો કરશે. મિશેલ સ્ટાર્ક, મિશેલ જ્હોન્સન અને જેમ્સ ફાનકર જેવા બોલર્સથી ઓસ્ટ્રેલિયાની બોલિંગ લાઇન મજબૂત છે. મિશેલ જ્હોન્સન અને ફાકનર તો આઇપીએલમાં શાનદર પ્રદર્શન કરી ચૂક્યા છે. આ બન્ને જ આઇપીએલમાં સર્વાધિક વિકેટ લેનારા ખેલાડી રહ્યાં છે. બીજી તરફ ભારત માટે વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ અભ્યાસ મેચમાં 144 રનની ઇનિંગ રમી અને દિનેશ કાર્તિકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ભારત માટે બોલિંગ ચિંતાનો વિષય છે. શ્રીલંકા વિરુદ્ધ અભ્યાસ મેચમાં ભારતીય બોલર્સે 325 રન આપ્યા હતા. તો ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મનું ફોર્મ પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. જેનું ટીમ ઇન્ડિયામાં સસ્તામાં પેવેલિયન ભેગો થવાનો સિલસિલો યથાવત છે. જો કે, તેમણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ટીમ ઇન્ડિયા તરફથી તે હજુ સુધી કોઇ સારી ઇનિંગ રમી શક્યો નથી. તેને અત્યારસુધી ઘણી તકો આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે, ધોની, રોહિતને હજુ કેટલી તક આપશે.

અભ્યાસ મેચોના પ્રદર્શનના આધારે જ ટીમની પસંદગી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો માટે કરવામાં આવશે.

ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી

ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી

શ્રીલંકા સામેની પ્રથમ અભ્યાસ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે આજે બીજી અભ્યાસ મેચ થવાની છે. સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ પહેલા પ્રેક્ટિસ કરી હતી. જો કે, તેઓ બોલિંગ ક્ષેત્રને લઇને ચિંતિત છે.

હળવા મૂડમાં

હળવા મૂડમાં

ટીમ ઇન્ડિયા માટે બોલિંગ હંમેશા માથાનો દુઃખાવો રહ્યો છે. જો કે, ચેમ્પિયન્સ ટ્રોફીની પૂર્વ તૈયારી કરતી વેળા મહેન્દ્ર સિંહ ધોની હળવી મુદ્રામાં જોવા મળ્યો હતો.

પહેલી અભ્યાસ મેચમાં વિજય

પહેલી અભ્યાસ મેચમાં વિજય

શ્રીલંકા સામે રમાયેલી પહેલી અભ્યાસ મેચમાં વિજય મેળવ્યા બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિકે હસ્તધૂનૂન કર્યું હતું.

144ની ઇનિંગ

144ની ઇનિંગ

વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ અભ્યાસ મેચમાં 144 રનની ઇનિંગ રમી અને દિનેશ કાર્તિકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ભારતીય ટીમની નબળાઇ

ભારતીય ટીમની નબળાઇ

શ્રીલંકા સામેની અભ્યાસ મેચમાં પણ ભારતીય ટીમની નબળાઇ છતી થઇ ગઇ હતી. ભારતીય બોલર્સ ધાર્યું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. શ્રીલંકન બેટ્સમેન દ્વારા એક શોટ ફટકારવામાં આવતા અમિત મિશ્રાએ કંઇક આવો પ્રતિભાવ આપ્યો હતો.

બોલિંગ સાઇડ કરવી પડશે મજબૂત

બોલિંગ સાઇડ કરવી પડશે મજબૂત

ચેમ્પિયન્સ ટ્રોફી જો ભારતે સફળતા શિખરો સર કરવા હશે તો તેણે ચોક્કસપણે પોતાની નબળાઇને જ પોતાની તાકાત બનાવતા બોલિંગ ક્ષેત્રને મજબૂત કરવી પડશે.

બોલિંગ હમેશા રહ્યું છે સમસ્યાનું કારણ

બોલિંગ હમેશા રહ્યું છે સમસ્યાનું કારણ

એક તરફ ભારતીય બેટ્સમેન જોરદાર પ્રદર્શન કરી રહ્યાં છે તો બીજી તરફ ભારતીય બોલર્સ ટીમ ઇન્ડિયામાં માથાનો દુઃખાવો બની જાય છે, જે રીતે આપણા બેટ્સમેન રનનો વરસાદ કરે છે તેવી જ રીતે આપણા બોલર્સ રનોની લ્હાણી કરી દે છે.

આઇસીસી વનડે શિલ્ડ

આઇસીસી વનડે શિલ્ડ

સોમવારે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ આઇસીસી પ્રેસિડેન્ડ ડેવિડ મોર્ગન પાસેથી આઇસીસી વનડે શિલ્ડ મેળવ્યું હતું.

ટીમ ઇન્ડિયા પર એક નજર

ટીમ ઇન્ડિયા પર એક નજર

આ તસવીરમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી પામેલા ખેલાડીઓ દર્શાવવામાં આવ્યા છે. જેમાંથી અંતિમ ઇલેવનમાં એ જ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે જે અભ્યાસ મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કરશે. એ સમયે બધાની નજર કયા બોલરને પસંદ કરવામાં આવે છે, તેના પર રહેશે.

English summary
Led by the talented Virat Kohli, Indian batsmen will look to continue the good work done against Sri Lanka, as they take on Australia in the second and final warm-up game tomorrow ahead of the Champions Trophy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X