હોકી સામે ક્રિકેટની હારઃ ભારત રત્ન માટે મોકલાયુ ધ્યાનચંદનું નામ

બુધવારે એક બેઠક દરમિયાન સચિન અને ધ્યાનચંદ બન્નેના નામો પર એક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ધ્યાનચંદના નામ પર મંત્રાલયની મહોર લગાવવામાં આવી હતી.
મંત્રાલયે સચિન કરતા વધુ મહત્વ ધ્યાનચંદને આપવા પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે, જે ખેલાડી હજુ પણ મેદાન પર સક્રિય છે, તેને ભવિષ્યમાં દેશના સર્વોચ્ચ નાગરિકના એર્વોડ માટે પસંદ કરવાની સંભાવનાઓ હોય છે.
હોકીના જાદૂગર ધ્યાનચંદે 1979માં પોતાના મૃત્યુ પહેલા દેશનું માથું હોકીના દૂનિયામાં ઘણું ઉંચુ કરી ચૂક્યા હતા. તેમની શાનદાર કારકિર્દી દરમિયાન ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ટીમે 1928(એમ્સટર્ડેમ), 1932(લોસ એન્જલિસ) અને 1936(બર્લિન) ઓલિમ્પિકમાં ભારતે સતત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.
દેશ આઝાદ થયો તે પહેલા તેમણે આ ખેલને દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં ઘણો લોકપ્રિય બનાવ્યો હતો.












Click it and Unblock the Notifications
