For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોરિયર્સની ખરાબ હાલત માટે ડોનાલ્ડ જવાબદાર: કપિલ

|
Google Oneindia Gujarati News

kapil dev
મુંબઇ, 10 મે: આઇપીએલ-6માં વોરિયર્સને અત્યારસુધી 13 મેચોમાં કુલ 11 વાર હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે તેને કોલકાતા નાઇટ રાઇડર્સે 46 રનોથી હાર આપી. આ વોરિયર્સની સતત આઠમી હાર છે.

વોરિયર્સની હાલત પર ચર્ચા કરતા કપિલ દેવે કહ્યું કે 'એલન ડોનાલ્ડને આવી સ્થિતિમાં જોઇને દુ:ખ થાય છે, પરંતુ આની માટે તે પોતે જવાબદાર છે, તેમના કેટલાક નિર્ણયો તેમને ભારે પડ્યા છે.'

કપિલ દેવે જણાવ્યું કે 'શરુઆતી મેચોમાં ઓલરાઉન્ડર સ્ટીવન સ્મિથને તક નહી આપવી ડોનાલ્ડની ભૂલ હતી. અશોક ડિંડાને ખરાબ બોલિંગ છતા સતત રમાડતા રહેવું એક મોટી ભૂલ છે. સાથે જ મિશેલ માર્શને દરેક મેચમાં તક આપવી અને મોટા મુકાબલામાં અસંથા મેંડિસ જેવા પ્રતિભાશાળી બોલરો તરફ ધ્યાન ન આપવું એક મોટી ભૂલ છે.'

મેચ બાદ ડોનાલ્ડ ખૂબ જ નિરાશ દેખાયો. આખી મેચ દરમિયાન તેના ચહેરા પરથી રંગ બદલાતો રહ્યો અને તે આખો સમય નિરાશ દેખાયો. તેની આ નિરાશા છેલ્લી આઠ મેચોથી ચાલી આવી રહી હતી. તેની ટીમ પ્લેઓફની દોડથી ક્યારની બહાર થઇ ચૂકી છે અને હવે તો તે જીતવાની આશા પણ છોડી ચૂકી છે.

English summary
donald s decision responsible for defeat said kapil dev.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X