ઇડન ગાર્ડન મેદાન પર ઇતિહાસ રચશે માસ્ટર બ્લાસ્ટર સચિન
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ મહાન ભારતીય ખેલાડી સચિન તેંડુલકરની 200મી ટેસ્ટનું વેન્યુ નક્કી થઇ ગયું છે અને આ ઇતિહાસ રચનારી મેચ કોલકતાના ઇડન ગાર્ડન મેદાન પર રમાશે, જે અંગે રાજીવ શુક્લની અધ્યક્ષતામાં 3 ઓક્ટોબરે એક બેઠક મળનારી છે. સચિનની 199મી મેચ અમદાવાદમાં માટેરા સ્ટેડિયમ ખાતે રમાશે
આ પહેલાં રાજીવ શુક્લએ કહ્યું હતું કે, બોર્ડના પ્રયત્નો એ છે કે, સચિનની આ ઐતિહાસિક ટેસ્ટ એ મેદાન પર રમાય, જેની દર્શકોની ક્ષમતા સૌથી વધારે હોય. આ ઉપરાંત ગત કાલે થયેલી એજીએમની બેઠકમાં વર્ષાંતે થનારા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ અંગે કોઇ ચર્ચા કરવામાં આવી નથી. બેઠકમાં સામેલ એન્ય એક સભ્યએ કહ્યું કે, આ વિષય અમારા એજેન્ડામાં નહોતો. તેમનું કહેવું છે કે, અધ્યક્ષ નિર્વાચિત થયેલા એન શ્રીનિવાસન પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ જ તેઓ(શ્રીનિવાસન) કોઇ નિર્ણય કરશે. તેથી આ વર્ષના અંતે થનારા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર હજુ પણ કંઇ નિશ્ચિત નથી.













Click it and Unblock the Notifications
