For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકતાએ વિશ્વ પેરા એથ્લેટિક્સમાં જીત્યો સુવર્ણ અને કાંસ્ય પદક

ભારતની એકતા ભ્યાને ટ્યુનિશીયામાં હાલમાં જ વિશ્વ પેરા એથ્લેટીક્સ ગ્રાન્ડ પ્રિક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ તેમજ કાંસ્ય પદક જીતીને દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતની એકતા ભ્યાને ટ્યુનિશીયામાં હાલમાં જ વિશ્વ પેરા એથ્લેટીક્સ ગ્રાન્ડ પ્રિક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ તેમજ કાંસ્ય પદક જીતીને દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યુ છે. ટ્યુનિશિયામાં તેના અનુશાસન, સમર્પણ, દ્રઢ સંકલ્પને જોતા સોશિયલ મીડિયા પર લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

શરીરનો નીચલો ભાગ લકવાગ્રસ્ત

શરીરનો નીચલો ભાગ લકવાગ્રસ્ત

એકતાનું જીવન સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. હિસારની આ ધાકડ દીકરી 2003 માં દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી જેમાં તેના કરોડરજ્જુ પર ઈજા પહોંચી હતી. જેના કારણે તેના શરીરનો નીચલો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદથી એકતા વ્હીલચેર પર જ જીવન ગુજારી રહી છે પરંતુ પોતાના પરિવારના સાથ અને પોતાની હિંમતના કારણે એકતાએ ક્યારેય હાર નથી માની અને 2014 માં રમતની દુનિયામાં પગરણ માંડ્યા. તેના જીવનમામં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેની મુલાકાત અમિત સરોહા સાથે થઈ.

મહેનત અને લગનના કારણે સફળતા મેળવી

ક્લબ થ્રો માં અર્જૂન એવોર્ડ વિજેતા અને પૂર્વે બીજા નંબરે રહી ચૂકેલ આ ખેલાડીએ તેને સતત મોટિવેટ કરવાનું શરૂ કર્યુ અને તેને ટ્રેનિંગ આપવાની શરૂ કરી. આ જ મહેનત અને લગનના કારણે તેણે સફળતા મેળવી. જેના કારણે 2016 માં તેણે રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમમાં સુવર્ણ પદક જીત્યો હતો. ત્યાંથી જ તેની સફળતાની યાત્રા શરૂ થતી ગઈ અને તેણે સતત સફળતાઓ મેળવી.

જીવન જીવવાની રીત તો જરૂર આપણા હાથમાં

આ યાત્રા વિશે વાત કરતા એકતાએ જણાવ્યુ કે હું 9 મહિના હોસ્પિટલમાં હતી ત્યાં મે જોયુ કે લોકો વ્હીલચેર પર રહેવા છતાં પોતાનુ જીવન વધુ સારી રીતે જીવી રહ્યા છે. તેણે કહ્યુ કે જીવન ભલે આપણા હાથમાં ન હોય પરંતુ જીવન જીવવાની રીત તો જરૂર આપણા હાથમાં છે. એકતાનું જીવન વાસ્તવમાં સંઘર્ષનું ઉદાહરણ છે અને બીજાના માટે એક પ્રેરણાનું માધ્યમ છે. હવે એકતાનું લક્ષ્ય 2020 માં ટોકિયોમાં આયોજિત થનારા પેરા ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ પદક જીતવાનું છે.

English summary
Ekta Bhyan has won one gold and a bronze medal in tunisia pera athletics grand prix champianship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X