For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇગ્લેંડ વનડે સીરીઝ : પુજારાનો સમાવેશ, સહેવાગ બહાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી : વિરેન્દ્ર સહેવાગને ઇગ્લેંડ વિરૂદ્ધ 11 જાન્યુઆરીથી શરૂ થનાર એક દિવસીય ક્રિકેટ મેચની શૃંખલા માટે ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે જ્યારે તેની જગ્યાએ ચેતેશ્વર પુજારાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમની પસંદગી પહેલાં ત્રણ મેચો માટે કરવામાં આવી છે. પાકિસ્તાન વિરૂદ્ધ રમનાર બાકીના બધા ખેલાડીઓને યથાવત રાખવામાં આવ્યાં છે. ખરાબ ફોર્મના કરણે ગૌતમ ગંભીર અને રોહિત શર્મા ફરી એકવાર તક આપવમાં આવી છે.

ગત 10 મેચોમાં ફક્ત 238 રન બનાવનાર વિરેન્દ્ર સહેવાગને બહાર કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન વિરૂદ્ધ ત્રીજી વનડેમાં તેને બહાર કરી દઇ ટીમ ટીમ મેનેજમેન્ટે સંકેત આપી દિધા હતા. ગૌતમ ગંભીર પોતાનું સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે કારણ કે પસંદગીકારો એકસાથે બે અનુભવી બેસ્ટમેનોને બહાર કરવા માંગતા ન હતા.

pujara-sehwag

વિરેન્દ્ર સહેવાગે 251 વનડેમાં 15 સદી સહીત 8273 રન બનાવ્યાં છે. વધતી જતી ઉંમર સાથે તેના રિફ્લેકસેસ ધીમા પડી ગયા છે અને તે સતત ખરાબ ફોર્મમાં ચાલી રહ્યાં છે. બીજી તરફ નવ ટેસ્ટમાં ત્રણ સદી સહીત 761 રન બનાવનાર ચેતેશ્વર પુજારા જબરજસ્ત ફોર્મમાં છે.

ચેલેન્જર ટ્રોફીના ગત સત્રમાં ભારત બી માટે તેમને 158, 124 અને 78 રન બનાવ્યા હતા. અત્યાર સુધી તે 61 લિસ્ટ મેચોમાં 2735 રન બનાવી ચૂક્યાં છે. બોલીંગ લાઇનમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી.

ભારતીય ટીમ : મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ચેતેશ્વર પુજાર, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રોહિત શર્મા, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, અજિંક્ય રહાણે, અશોક ડિંડા, ભુનેશ્વર કુમાર, શામી અહમદ અને અમિત મિશ્રા

English summary
Virender Sehwag made way for Cheteshwar Pujara for the first three one-dayers against England this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X