Exclusive : ગુજરાતની એકમાત્ર U23 મહિલા રેસલર પાસે શૂઝ ખરીદવા રૂપિયા નથી, ઘસાઈ ગયેલા શૂઝથી જ ચલાવે છે કામ
Wrestler Bhavika Patel : 21 વર્ષીય ભાવિકા પટેલ 21 થી 27 ઓક્ટોબર દરમિયાન અલ્બેનિયાના તિરાનામાં U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024 માટે રિંગમાં ઉતપશે. તે આ સન્માન મેળવનારી ગુજરાતની પ્રથમ મહિલા રેસલર બનશે.
ભાવિકાનું ધ્યાન હવે અલ્બેનિયા માટે ફિટ રહેવા પર છે. જો કે તેણીને ફિટનેસ ઉપરાંત એક મોટા પડકારનો સામનો કરવો પડ્યો.

ભાવિકા પાસે નવા શૂઝ ખરીદવા માટે 10,000 રૂપિયા નથી. માય ખેલ સાથે વાત કરતા મારી પાસે રેસલિંગની નવી જોડી ખરીદવા માટે 10,000 રૂપિયા નથી. હું આ અઠવાડિયે ભંડોળની વ્યવસ્થા કરી શકું તો મને એક નવી જોડી મળશે. નહીં હું તો મારા જૂના ઘસાઈ ગયેલા શૂઝમાં વર્લ્ડ U23માં ઉતરીશ.
ભાવિકા પટેલે હરિયાણાના નારનૌલમાં ગયા સપ્તાહના અંતે યોજાયેલી યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ ટેલેન્ટ સર્ચમાં મહિલાઓની 55 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટ જીતીને પોતાનું સ્થાન બનાવ્યુ છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ ઈવેન્ટનો ઉપયોગ આગામી અલ્બેનિયા સ્પર્ધા માટે રાષ્ટ્રીય ટીમની પસંદગી કરવા માટે કર્યો હતો, જેમાં 7 ઓક્ટોબરે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ માટે એન્ટ્રી સબમિટ કરવાની અંતિમ તારીખ હતી.
ભાવિકાએ કહ્યું કે, હું તાજેતરમાં એશિયન U23 ટીમ ચૂકી ગઈ કારણ કે હું અંતિમ રાઉન્ડમાં હારી ગઈ હતી. હું ખુશ છું કે મને વર્લ્ડ U23 મીટ માટે સ્થાન મળ્યુ છે.
પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરની ભાવિકા અમદાવાદની સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેના પિતા નાના વેપારી અને રેસરલ હતા. તેણી છેલ્લા પાંચ વર્ષથી ફ્રી સ્ટાઇલ રેસલિંગની તાલીમ લઈ રહી છે, જે તેના પિતાના રમત પ્રત્યેના જુસ્સાથી પ્રેરિત છે.
2017 માં ભાવિકા નડિયાદમાં એક રાજ્ય સંચાલિત એકેડમીમાં જોડાઈ અને ત્યાં તેના કૌશલ્યોને વધુ સારી બનાવવા માટે વધુ સારી સુવિધાઓ મળી. ભાવિકા કહે છે કે મારી પાસે એકેડમીમાં સારી સુવિધાઓ છે, મહિલા રેસલરોનેતાલીમ આપવા માટે હરિયાણાના કોચ રમેશ કુમારની નિમણૂક કરાઈ છે. અહીં ભાવિકા સહિત લગભગ 15 મહિલા રેસલર નિયમિત તાલીમ લે છે.
ભાવિકાએ ગોવામાં 2023 નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ સહિત ઘણા રાષ્ટ્રીય કક્ષાના મેડલ જીત્યા છે અને 2022માં ઈરાનમાં આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં પણ ભાગ લીધો છે.
જો કે આમ છત્તા તે સ્પોર્ટ્સ ક્વોટાની નોકરી નથી મેળવી શકી અને આર્થિક સંકટો સામનો કરવો પડી રહ્યો છે. તેણી કહે છે કે તેને વર્ષમાં ત્રણથી ચાર જોડી રેસલિંગ શૂઝની જૂતાની જરૂર છે અને દરેક જોડીની કિંમત લગભગ 8,000 થી 10,000 રૂપિયા છે. કેટલીક વાર તેને શૂઝ માટે રૂપિયા ઉધાલ કઈને કામ ચલાવવુ પડે છે.












Click it and Unblock the Notifications
