For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fifa World Cup 2022: આર્જેન્ટીનાએ ફ્રાંસને હરાવીને રચ્યો ઈતિહાસ, લિયોનલ મેસ્સીનુ સપનુ પૂરુ, ફેન્સ થયા ભાવુક

ફીફા વર્લ્ડ કપમાં આર્જેન્ટીનાએ ફ્રાંસને હરાવી ઈતિહાસ રચી દીધો. મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો.

|
Google Oneindia Gujarati News

France vs Argentina Final: આર્જેન્ટીના અને ફ્રાંસ વચ્ચે ફાઈનલો મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો. લિયોનલ મેસ્સીએ શાનદાર પ્રદર્શનના કારણે આર્જેન્ટીનાએ ઈતિહાસ રચી દીધો અને ફ્રાંસ સામે જીત મેળવી. આર્જેન્ટીનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. 36 વર્ષના લાંબા વિલંબ પછી મેસ્સીની ટીમે જીત પોતાના નામે કરી છે. છેલ્લી અમુક ક્ષણોમાં મુકાબલો ખૂબ જ રોમાંચક મોડમાં આવી ગયો હતો. આખરે અર્જેંટીનાએ જીત મેળવી.

ગોલ સાથે મેસ્સીએ પેલેને પાછળ છોડ્યો

ગોલ સાથે મેસ્સીએ પેલેને પાછળ છોડ્યો

આર્જેન્ટિનાનો પ્રથમ ગોલ લિયોનેલ મેસ્સીએ કર્યો હતો. આર્જેન્ટિનાને 22મી મિનિટે પેનલ્ટી મળી, જેનો લિયોનેલ મેસ્સીએ ફાયદો ઉઠાવ્યો. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. મેસી શરૂઆતમાં ફ્રાંસને દબાણમાં લાવવામાં સફળ રહ્યો. પ્રથમ ગોલ સાથે મેસ્સીએ મહાન બ્રાઝિલના ફૂટબોલર પેલેની બરાબરી કરી લીધી હતી. વર્લ્ડ કપમાં બંનેના નામે 12 ગોલ સમાન હતા. પરંતુ થોડીવાર બાદ મેસ્સીએ પેલેને પાછળ છોડી દીધો.

એંગલ ડિમારિયાએ પણ વિખેર્યો જલવો

એંગલ ડિમારિયાએ પણ વિખેર્યો જલવો

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી બાદ એંગેલ ડિમારિયાએ પણ પોતાની ક્ષમતા બતાવી હતી. મેચની 36મી મિનિટે એંગેલ ડિમારિયાએ આર્જેન્ટીના માટે બીજો ગોલ કર્યો હતો. એંગેલ ડિમારિયા ઈજાના કારણે સેમિફાઈનલમાં રમી શક્યા નહોતા પરંતુ ફાઈનલમાં આવતાની સાથે જ તેણે જોરદાર વાપસી કરી હતી. આર્જેન્ટિના મેચની શરૂઆતથી જ ઘણા આત્મવિશ્વાસ સાથે રમી રહી હતી.

ફ્રાંસની જબરદસ્ત વાપસી

ફ્રાંસની જબરદસ્ત વાપસી

મેચના લાંબા સમય સુધી 2-0થી પાછળ રહ્યા બાદ ફ્રાન્સે મજબૂત વાપસી કરી હતી. કીલિયન એમ્બાપ્પેએ બે ગોલ કરીને પોતાની ટીમને વાપસી અપાવી હતી. તેણે પેનલ્ટી પર પહેલો ગોલ કર્યો. આ પછી તેણે 81મી મિનિટે વધુ એક ગોલ કરીને મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી હતી. આ ગોલ સાથે તે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીથી આગળ નીકળી ગયો હતો.

જીત પછી ઉજવણીનો માહોલ

જીત પછી ઉજવણીનો માહોલ

ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ મેચ દરમિયાન ચીયર કરતા જોવા મળ્યા હતા. આ ચોંકાવનારી જીત બાદ આર્જેન્ટિનાના ચાહકો સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. પોતાના ફેવરિટ ખેલાડીની આ સફળતાથી લિયોનેલ મેસ્સીના ફેન્સ ખૂબ જ ખુશ છે.

બંને ટીમોમાં આ હતા ખેલાડીઓ

બંને ટીમોમાં આ હતા ખેલાડીઓ

આર્જેન્ટિના: એંગેલ ડીમારિયા, રૉડ્રિગો ડીપૉલ, એન્ઝો ફર્નાન્ડીઝ, નેહુએલ મૉલિના, ક્રિશ્ચિયન રોમેરો, નિકોલસ ઓટ્ટામેન્ડી, નિકોલસ ટેગલિયાફિકો, એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), એલેક્સી મેક એલિસ્ટર, લિયોનલ મેસ્સી, હુલિયન અલ્વારેજ.


ફ્રાન્સ: થિયો હર્નાન્ડેઝ, ઑરેલિયન ચુઆમેની, એડ્રિયન રેબિયો, હ્યુગો લૉરિસ (ગોલકીપર), જુલ્સ કુંડે, રાફેલ વેરાન, ડેયન ઉપામેકાનો, ઉસ્માન ડેમ્બેલી, એન્ટુઆન ગ્રીજમન, કીલિયન એમબાપ્પે, ઓલિવિયર જિરુ.

English summary
Fifa World Cup 2022: Argentina win the World Cup, Lionel Messi's dream come true, fans become emotional
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X