એકદમ અલગ હશે આ આઈપીએલ 2023, આ 5 વસ્તુઓ બિલકુલ બદલાઈ ગઈ છે

IPLનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થયું ત્યારથી સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની+ હોટસ્ટાર પર તેનું સ્ટ્રીમીંગ થતુ હતું. હવે આ સિઝનમાં વસ્તુઓ બદલાઈ છે.

આઈપીએલ 2023 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ ફ્રેન્ચાઈઝી ટાઈટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે આઈપીએલમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળવાની છે. કેટલાક ફેક્ટ એવા છે જે આઈપીએલમાં પહેલી વખત જોવા મળી રહ્યા છે. આ ઈન્ટ્રસ્ટીંગ ફેક્ટ તમાં ક્રિકેટ ફેન્સે ચોક્કસ જાણવા જોઈએ.

ફરીથી પુરા ભારતમાં આઈપીએલનું આયોજન

ફરીથી પુરા ભારતમાં આઈપીએલનું આયોજન

IPL 2023 ભારતના નવી એનર્જી લાવશે. કોવિડ-19 મહામારી બાદ ભારતભરમાં પ્રથમ વખત આઈપીએલ રમાશે. 2020 અને 2021 માં ટૂર્નામેન્ટનું આયોજન UAE માં કરવામાં આવ્યું હતુ. ગયા વર્ષે ગ્રૂપ સ્ટેજની તમામ મેચો માટે માત્ર મુંબઈમાં રમાઈ હતી.પ્લેઓફ અને ફાઈનલ અનુક્રમે કોલકાતા અને અમદાવાદમાં રમાયા હતા. હવે દેશના તમામ ભાગોમાં આઈપીએલનું આયોજન થશે.

લખનૌ પહેલી વખત હોમ ગ્રાઉન્ડ પર રમશે

લખનૌ પહેલી વખત હોમ ગ્રાઉન્ડ પર રમશે

દસ ફ્રેન્ચાઈઝીમાંથી લખનૌ સુપર જાયન્ટ્સ એકમાત્ર એવી ટીમ છે જે હજુ સુધી તેના હોમ ગ્રાઉન્ડ પર IPL મેચ રમી નથી. LSG ફ્રેન્ચાઇઝીએ ગઈ સિઝનમાં મુંબઈ અને કોલકાતામાં તેમની મેચ રમી હતી. હવે આ સિઝનમાં પહેલી વખત ટીમ પોતાના હોમ ગ્રાઉન્ટ પર રમશે. કેએલ રાહુલની આગેવાની હેઠળ ટીમ 1 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે લખનૌમાં ટકરાશે.

IPL નું લાઈવ સ્ટ્રીમિંગ હવે અહીં થશે

IPL નું લાઈવ સ્ટ્રીમિંગ હવે અહીં થશે

IPLનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થયું ત્યારથી સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની+ હોટસ્ટાર પર તેનું સ્ટ્રીમીંગ થતુ હતું. હવે આ સિઝનમાં વસ્તુઓ બદલાઈ છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી પર ટેલિકાસ્ટ કરશે અને PLનું લાઇવ સ્ટ્રીમ જોવા માટે JioCinema પર જવુ પડશે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે ફેન્સે આઈપીએલ જોવા રૂપિયા નહીં ચુકવવા પડે.

ઈમ્પેક્ટ પ્લેયર

ઈમ્પેક્ટ પ્લેયર

આ નિયમ અનુસાર ટીમો વ્યૂહાત્મક રીતે કોઈપણ એક ખેલાડીને અવેજી તરીકે મેદાનમાં ઉતારી શકશે. ટોસ સમયે ટીમોએ પ્લેઇંગ ઇલેવન સાથે તેમના ચાર અવેજી ખેલાડીઓના નામ આપવાના રહેશે. આ ચાર ખેલાડીઓમાંથી ટીમ કોઈપણ એક ખેલાડીનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકશે. ઈમ્પેક્ટ પ્લેયર માત્ર ભારતીય ખેલાડી હોઈ શકે છે. જો 4 કરતા ઓછા વિદેશી ખેલાડીઓ હશે તો વિદેશી ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતારી શકાશે.

ગ્રુપ મેચ શફલ

ગ્રુપ મેચ શફલ

આ વખતે આઈપીએલની 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અગાઉ એક જ ગ્રુપની ટીમો એકબીજા સાથે બે વખત રમતી હતી. જ્યારે બીજા ગ્રુપની એક ટીમ સાથે બે વખત રમતી હતી. ત્યારબાદ બીજા જૂથની બાકીની ચાર ટીમો સામે એક મેચ રમાતી હતી. આ વર્ષે આ બદલાયુ છે. આ વખતે ગ્રુપ A ની ટીમો ગ્રુપ B ની તમામ ટીમો સામે બે વખત રમશે. અને તેઓ પોતાના ગ્રુપની બાકીની ચાર ટીમો સામે એક વખત રમશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X