હજારો કરોડની ફાઇટ જીતી મેવેદરે રચ્યો ઇતિહાસ

Written By:
Subscribe to Oneindia News

પોતાના પ્રોફેસનલ બોક્સિંગ કરિયરમાં એક પણ મેચ ન હારનાર બોક્સિંગ લિજેન્ડ ફ્લૉયડ મેવેદરે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. રવિવારે મેવેદર અને કૉનર મેકગ્રેગર વચ્ચે બોક્સિંગ મેચ રમાઇ હતી, જેમાં મેવેદર વિજેતા બન્યા હતા. આ સાથે જ મેવેદરનો પ્રોફેશનલ બોક્સિંગ કરિયરનો રેકોર્ડ 50-0 થઇ ગયો છે. 40 વર્ષીય મેવેદરે આ સૌથી મોંઘી ફાઇટમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ સુપરસ્ટાર 21 વર્ષીય કૉનોર મેકગ્રેગોરને હરાવીને પોતાના કરિયરનો 50-0 રેકોર્ડ પ્રસ્થાપિત કરી ઇતિહાસ રચ્યો છે.

floyd mayweather

બોક્સિંગ જગતના આ બે દિગ્ગજો વચ્ચે રમાયેલી ફાઇટમાં અબજો રૂપિયા દાંવ પર લાગ્યા હતા. આ પહેલાં રિટાયરમેન્ટ સુધીમાં રમાયેલ 49 મેચોમાં મેવેદર એક પણ મેચ હાર્યા નથી, આ મેચોમાંથી 26 બાઉટ તો તેમણે નૉકઆઉટ જીતી છે. મેકગ્રોગરની વાત કરીએ તો, કુલ 24 બાઉટમાંથી તે માત્ર 3 હાર્યા છે અને 21માં જીત મેળવી છે.

ફ્લૉયડ મેવેદર અે કૉનોર મેકગ્રેગર વચ્ચે રમાયેલ આ હાઇ પ્રોફાઇલ ફાઇટ બોક્સિંગ ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી ફાઇટ હતી. આ ફાઇટ માટે 600 મિલિયન ડોલર એટલે કે આશરે 4000 કરોડ રૂપિયા દાંવ પર લાગ્યા હતા.

લાસ વેગાસમાં રમાયેલ આ ફાઇટ 220 દેશોમાં લાઇવ બતાવવામાં આવી હતી. લગભગ 1 કરોડ લોકો આ ફાઇટ લાઇવ જોઇ રહ્યા હતા. યુએસના 400થી વધુ સિનેમોઘરોમાં આ ફાઇટ લાઇવ પ્રસારિત કરવામાં આવી હતી.

મેવેદર આ પહેલાં પોતાના કરિયરમાં 387 પ્રોફેશનલ બોક્સિંગ રાઉન્ડ રમી ચૂક્યા છે.

English summary
Floyd Mayweather Jr stops McGregor in memorable Las Vegas bout.
Please Wait while comments are loading...