''ક્રિકેટ માટે મારાડોના અને પેલેના બરાબર છે સચિન''

નવી દિલ્હી, 11 માર્ચ: દક્ષિણ આફ્રીકાના મહાન ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડનું માનવું છે કે સચિન તેન્ડુલકરનું દ્રારા સંન્યાસ લીધા બાદ ક્રિકેટ ઘણું બધુ ગુમાવી દેશે કારણ કે આ દિગ્ગજ ભારતીય બેસ્ટમેન રમત માટે 'મારાડોના અને પેલેને એક સાથે રાખવા' બરાબર છે. વિમલ કુમારના પુસ્તક 'સચિન...ક્રિકેટર ઓફ ધ સેન્સરી'માં દક્ષિણ આફ્રિકાના 46 વર્ષીય એલન ડોનાલ્ડે લખ્યું છે કે ''સચિન તેન્ડુલકરનું તેજ ક્રિકેટના મેદાનની બહાર પણ છે.

ક્રિકેટ માટે તે મારાડોના અને પેલેને એકસાથે રાખવા સમાન છે.'' તેમને લખ્યું છે કે ''જ્યારે તે સંન્યાસ લેશે તો રમત ઘણું બધુ ગુમાવી દેશે. તે અવિશ્વનિયરૂપથી વિશેષ છે.'' એલન ડોનાલ્ડે કહ્યું હતું કે જ્યારે પણ તેમને રમતના મહાન ખેલાડી વિશે પુછવામાં આવ્યું હતું તો તેમના મગજમાં પહેલા સચિન તેન્ડુલકરનું આવ્યું.

તેમને કહ્યું હતું કે 'જ્યારે પણ તેમને પુછવામાં આવે છે કે મહાન ખેલાડી કોણ છે તો સચિન તેન્ડુલકરનું નામ તેમના મગજમાં આવે છે.'' આ પહેલાં ફાસ્ટ બોલરે કહ્યું હતું કે વર્ષ 1985માઅં મારા દાદાજીએ વિઝડન ક્રિકેટર મેગેજીનના માધ્યમથી સચિન તેન્ડુલકરને માહિતગાર કર્યા હતા. જ્યારે તે યાર્કશર કાઉન્ટી તરફથી રમતો હતો ત્યારે મે તેને પહેલી વાર જોયો હતો. તે નંબર વન ખેલાડી છે. હું આ જ કહેતો રહીશ અને મારું મન પણ બદલાશે પણ નહી.

sachin-poster

પોતાની તોફાની બેટીંગ માટે 'વાઇટ લાઇટનિંગ' ના નામથી મશહૂર એલન ડોનાલ્ડે સચિન તેન્ડુલકર વિરૂદ્ધ તૈયારી માટે આંતરરાષ્ટ્રીય બોલરોને પણ સલાહ આપી છે. એલન ડોલાન્ડે કહ્યું હતું લે તમે ટેસ્ટના બે દિવસ પહેલાં સચિન તેન્ડુલકરનું આલકન ન કરી શકો. અમે હંમેશા મહિનાઓ પહેલાં રણનિતી બનાવીએ છીએ. અમને ખબર છે કે ભારતીય ટીમ તેના પર કેટલી નિર્ભર છે.

તેમને કહ્યું હતું કે ઇતિહાસ તમને બતાવશે કે જમણા હાથના બોલરો તેમના વિરૂદ્ધ કેટલા સફળ રહ્યાં છે. મે ભારતના 1996 પ્રવાસ દરમિયાન કર્ટલી એંબ્રોસ સાથે વાત કરી અને તેમને મને કહ્યું હતું કે સચિન તેન્ડુલકરને પહેલાંના 15 બોલ ક્યારેય ખાલી છોડવા ન દો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X