અંડર-18 એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે જીત્યો બ્રોંઝ મેડલ

Subscribe to Oneindia News

અંડર-18 એશિયા કપમાં ભારતની મહિલા હોકી ટીમે કોરિયાને હરાવીને કાંસ્ય પદક જીત્યો છે. ભારત તરફથી સંગીતા કુમારીએ 2 ગોલ કર્યા જેના કારણે કોરિયા પર સતત દબાણ વધતુ ગતુ. આ ગોલની મદદથી ભારત ચોથી અંડર-18 એશિયા કપમાં બ્રોંઝ મેડલ જીતવામાં સફળ રહ્યુ. જો કે ચેમ્પિયન બનવાનું સપનુ અધુરુ રહી ગયુ.

hockey

કાંસ્ય પદક માટે રમાયેલ પ્લેઓફ મુકાબલમાં સંગીતા કુમારીએ 55 મી અને 58 મી મિનિટમાં સતત 2 ગોલ કર્યા. આ પહેલા ભારત તરફથી રિતુએ 45 મી મિનિટમાં ગોલ કરીને ટીમનું ખાતુ ખોલી દીધુ હતુ. વળી કોરિયાને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તે એમાંથી એકમાં પણ ગોલ કરી શક્યુ નહિ. ભારત તરફથી કોરિયા પર સતત દબાણ વધતુ રહ્યુ અને અંતે કોરિયા કોઇ પણ ગોલ કરવામાં અસફળ રહ્યુ. ટીમની જીત પર હોકી ઇંડિયાએ ટીમની પ્રત્યેક ખેલાડી માટે એક લાખ રુપિયા અને સહયોગી સ્ટાફમાં પ્રત્યેકને 50 હજાર આપવાની ઘોષણા કરી.

English summary
Forward Sangita Kumari struck twice as the Indian junior women's hockey team trounced Korea 3-0 to clinch the bronze medal
Please Wait while comments are loading...