હવે ગંભીરે સભ્ય ખેલાડી દ્રવિડ સાથે કરી ગાળાગાળી

કોલકતા, 4 મેઃ આ પહેલીવાર નથી બન્યુ કે ગૌતમ ગંભીરે આઇપીએલ છમાં કોઇ તકરાર ના કરી હોય, પરંતુ આ વખતે તે ક્રિકેટના સૌથી સભ્ય ખેલાડીઓમાના એક ગણાતા રાહુલ દ્રવિડ સાથે થયું છે. ગતકાલે કોલકતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઇપીએલની મેચ રમાઇ રહી હતી. કોલકતા તરફથી ગૌતમ ગંભીર અને મનવિન્દર બિસ્લા બેટિંગ કરી રહ્યાં હતા. ઇનિંગની ચૌથી ઓવરમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટ્સને બિસ્લાને ડોટ બોલ નાખ્યો અને તેણે ફિલ્ડ કરી રહેલા આ ખેલાડીને ઘુરવાનું શરૂ કરી દીધું અને પોતાનો ગુસ્સો જાહેર કર્યો.

rahul-dravid-gautam-gambhir
આ ઓવર બાદ ગંભીર અને બિસ્લા બન્નેએ રાજસ્થાનના સુકાની રાહુલ દ્રવિડ સાથે ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન બિસ્લાએ હાથો વડે દ્રવિડ તરફ ઇશારા કરતા-કરતા પીચ પર આવી ગયો. બીજી તરફ ગંભીરે પણ દ્રવિડને ગાળ આપી હતી, જે આ બન્નેની નજીકથી પસાર થઇ રહ્યો હતો. આજિંક્ય રહાણે અને અમ્પાયર ધરમસેનાએ મામલામાં હસ્તક્ષેપ કરતા બિસ્લાને ત્યાંથી હટાવ્યો. ત્યારબાદ બિસ્લા અને રહાણે વચ્ચે ઘણા સમય સુધી તકરાર તથી રહી. દ્રવિડે તત્કાળ ત્યાં જઇને બન્નેને અલગ કર્યા. આ આખી ઘટનાને શરૂ કરનાર વોટ્સને પોતાની ફિલ્ડિંગ સ્પોટથી આ બન્ને વિરુદ્ધ બોલવાનું જારી રાખ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X