બાંગ્લાદેશ અને ઇગ્લેંડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઉથપ્પા અને ગંભીરનું પુનરાગમન

બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ:
સુરેશ રૈના (કેપ્ટન), રોબિન ઉથપ્પા, અજિંક્યા રહાણે, ચેતેશ્વર પુજારા, અંબાતી રાયુડુ, મનોજ તિવારી, કેદાર જાદવ, વૃદ્ધિમાન સાહા, પરવેજ રસૂલ, સ્ટુઅર્ટ બિન્ની, મોહિત શર્મા અને અમિત મિશ્રા, અક્ષર પટેલ, વિનય કુમાર, ઉમેશ યાદવ.
ભારત 15, 17 અને 19 જૂનના રોજ બાંગ્લાદેશમાં ત્રણ વનડે રમશે.
ઇગ્લેંડ પ્રવાસ માટે લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર હતા ગૌતમ ગંભીરનું પુનરાગમન થયું છે. રાજસ્થાનના ફાસ્ટ બોલર પંકજ સિંહ પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે. ટીમમાં 2 સ્પિનર અને 5 ફાસ્ટ બોલર સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે વૃદ્ધિમાન સાહાના રૂપમાં વધારાના વિકેટકીપર પણ રાખવામાં આવ્યા છે.
ઇંગ્લેંડ પ્રવાસ માટે ટીમ:
એમએસ ધોની (કેપ્ટન), મુરલી વિજય, શિખર ધવન, ગૌતમ ગંભીર, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્યા રહાણે, રોહિત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, વરૂણ આરોન, વૃદ્ધિમાન સાહા, પંકજ સિંહ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, ઇશ્વર પાંડે, ઇશાંત શર્મા.
ભારતીય ટીમ નવ જુલાઇથી ટ્રેંટબ્રિજમાં શરૂ થનાર પાંચ ટેસ્ટ મેચોની સીરીજ પહેલાં ડર્બીશરના વિરૂદ્ધ એકથી ત્રણ જુલાઇ વચ્ચે અભ્યાસ મેચ પણ રમશે. બીજી ટેસ્ટ લોર્ડસ (17 થી 21 જુલાઇ), ત્રીજી ટેસ્ટ સાઉથમ્પટન (27 થી 31 જુલાઇ), ચોથી ટેસ્ટ ઓલ્ડ ટ્રૈફર્ડ (7 થી 11 ઓગષ્ટ) અને પાંચમી ટેસ્ટ ઓવલ (15 થી 19 ઓગષ્ટ)માં રમવામાં આવશે.
ટેસ્ટ સીરીજ બાદ 25 ઓગષ્ટથી પાંચ મેચોની વનડે સીરીજ હશે. ભારતના લાંબા પ્રવાસનું સમાપન સાત સપ્ટેમ્બરના રોજ એજબેસ્ટનમાં એકમાત્ર ટી20 મેચથી થશે.












Click it and Unblock the Notifications
