સર્વશ્રેષ્ઠ વનડે સુકાની હશે ધોનીઃ ગાંગુલી

તેમણે કહ્યું કે, મે ધોની જેવી બેટિંગ ક્ષમતા ધરાવતો વિકેટકીપર જોયો નથી. ટેસ્ટ ટીમ માટે મારે ભલે વિચારવું પડે પરંતુ વનડેમાં ધોની જ મારી પસંદ છે. ગાંગુલીએ એમ પણ કહ્યું કે, તે પોતાના દ્વારા પસંદ કરવામાં આવેલી વનડેનો ભાગ નહીં હોય.
પોતાની તુલના ધોની સાથે કરવાનો ઇન્કાર કરતા ગાંગુલીએ કહ્યું કે, હું તુલનામાં વિશ્વાસ નથી કરતો. તમે અલગ-અલગ સમય, ખેલાડીઓ અને વિરોધીઓની તુલના નહીં કરી શકો. એ અસંભવ છે. ક્રિકેટમાંથી નિવૃતિ લઇ ચૂકેલા ગાંગુલી હવે પોતાની આત્મકથા લખવાનું વિચારી રહ્યાં છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેઓ સાચા સમયની રાહ જોઇ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ પણ લાંબા ગાળા સુધી વ્યસ્ત રહ્યો હતો. હું હવે તેને લખવાનું શરૂ કરવાનું વિચારી રહ્યો છું.












Click it and Unblock the Notifications
