રિયો ઓલિમ્પિક 2016: 13 વર્ષની ગૌરિકા સિંહ, સૌથી નાની ઉંમરની એથ્લેટ
રિયો ઓલિમ્પિક 2016નું દંગલ 5 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સપનું દરેક ખેલાડીનું હોઈ છે. કેટલાકને આ તક જલ્દી મળી જાય છે તો કેટલાકને ઘણો સમય લાગી જાય છે.
નેપાળની ગૌરિકા સિંહના જીવનમાં આ તક ખુબ જ જલ્દી આવી ગયી છે. આપણે જણાવી દઈએ કે નેપાળની ગૌરિકા સિંહ ઓલિમ્પિક સીઝનની સૌથી નાની ઉંમરની એથ્લેટ છે.

પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલી ગૌરિકા સિંહ તરવાની 100 મીટરની "બેકસ્ટ્રોક પ્રિલિમરી" માં ભાગ લેશે. મૂળરૂપથી નેપાળની રહેવાવાળી ગૌરિકા સિંહ 2 વર્ષની ઉમરથી જ લંડનમાં હતી. પરંતુ કેટલાક પારિવારિક કારણસર તેમનો પરિવાર એપ્રિલ 2015માં નેપાળ આવી ગયો. જ્યાં તેમનો સામનો 2015 ના ભૂકંપથી થયો. ગૌરિકા સિંહ નેપાળના તે ભૂકંપની ગવાહ હતી.












Click it and Unblock the Notifications
