કોહલી-ગંભીર વિવાદ પર ભડક્યા ગાવસ્કર

SunilGavaskar
મુંબઇ, 12 એપ્રિલઃ પૂર્વ ભારતીય સુકાની સુનીલ ગાવસ્કરે ગુરુવારે મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે થયેલી ગરમાગરમીને ખેલ માટે ઘણી જ ખરાબ બાબત ગણાવી છે.

ગાવસ્કરે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું કે કાલે મેચ દરમિયાન જે કંઇપણ થયું તે ખેલની દ્રષ્ટિએ ઘણું જ ખરાબ હતું. તે દર્શાવે છે કે આઇપીએલની મેચમાં કઇ રીતે જુનૂન સાથે રમવામાં આવે છે અને જીત માટે ખેલાડી કેટલા બેતાબ હોય છે. જે કંઇ થઇ રહ્યું છે પરંતુ મેચ દરમિયાન કોઇપણ પ્રકારની અસભ્ય ભાષાનો સ્વિકાર કરી શકાય નહીં.

પૂર્વ સુકાનીએ કહ્યું કે ગઇકાલની ઘટના વધુ નિરાશાજનક એટલા માટે હતી કારણ કે તેમા દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમનારા બે ખેલાડી સામેલ હતા. બની શકે કે આ બન્ને વચ્ચે પહેલાથી કોઇ ટસલ ચાલી રહી હોય, જે આ મેચ દરમિયાન બહાર આવી હોય અને બન્ને બાખડી પડ્યાં હોય.

બન્ને વચ્ચે જો કોઇ જૂનો વિવાદ હતો તો તેનો ખુલાસો થઇ શક્યો નથી, પરંતુ બન્ને ખેલાડી ઘણા ગુસ્સામાં છે. ગાવસ્કરે ગંભીરના આવા વ્યવહારના કારણે પહેલા પણ ઘણીવાર તેની ટીકા કરી છે. ભારતીય ક્રિકેટના ઉપસુકાની રહી ચૂકેલો ગંભીર ખરાબ ફોર્મના કારણે હાલ ટીમમાંથી બહાર છે. મેચ દરમિયાન વિખવાદ કરવા બદલ બન્ને ખેલાડીઓને ચેતવણી આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X