GT vs KKR : રિંકુ સિંહે હારેલી બાજી પલટાવી, 5 બોલમાં 5 સિક્સ ફટકારતા KKR ની 3 વિકેટે જીત

અમદાવાદ : આઈપીએલમાં ગુજરાતમાં હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સને કોલકત્તા નાઈટ રાઈડર્સે મોટો ઝટકો આપ્યો છે. પહેલા બેટિંગ કરીને 204 રન બનાવ્યા બાદ પણ અહીં કોલકત્તા નાઈટ રાઈડર્સે ગુજરાતને હરાવ્યુ છે. આ મેચ લગભગ કોલકત્તાના હાથમાંથી નીકળી ગઈ હતી, જો કે આખરી ઓવરોમાં રિંકુ સિંહની ધમાલે બાજી પલ્ટાવી દીધી.

GT vs KKR

રિંકુ સિંહે યશ દયાલની છેલ્લી ઓવરના છેલ્લા 5 બોલમાં 5 સિક્સ ફટકારીને 30 રન બનાવી પુરા મેચને બદલી નાખ્યો હતો. KKRને છેલ્લા 5 બોલમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. રિંકુ સિંહે 21 બોલમાં અણનમ 48 રન બનાવ્યા અને રાશિદ ખાનની હેટ્રિક પર ભારે પડતા ટીમને અવિશ્વસનીય જીત અપાવી.

KKR સામે મોટો ટાર્ગેટ હોવાથી વિકેટ-કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અને એન જગદીશન પાસે ઝડપી શરૂઆત કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો પરંતુ બંનેએ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી. પાવરપ્લેમાં ફરી એકવાર મોહમ્મદ શમીને વિકેટ મળી અને જોશ લિટિલે જગદીસનને આઉટ કરી પેવેલિયન મોકલી દીધો.

28 રનમાં 2 વિકેટ પડ્યા બાદ ગુજરાતની ટીમ સળંગ ત્રીજી જીત માટે આશ્વસ્ત હતી. જો કે અહીંથી વેંકટેશ અય્યર અને કેપ્ટન નીતિશ રાણાએ 100 રનની પાર્ટનરશિપ કરી અને કેકેઆરને મેચમાં પાછા લાવવામાં મહત્વની ભુમિકા ભજવી.

દો કે આ દરમિયાન નીતિશ 29 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો. બીજી તરફ અય્યરે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને મેચને સ્પીડ આપી. નીતિશ રાણા અને અય્યરની પાર્ટનરશીપ કેટલી મહત્વની હતી એ વાતનો પુરાવો એ છે કે 7 થી 13 ઓવર વચ્ચે ટીમે 85 રન જોડ્યા. આ પાર્ટનરશીપે જ મેચને KKRની તરફેણમાં ધકેલી દીધી.

જો કે 15 ઓવર પછી બ્રેકે KKRની ગાડી રોકી દીધી હતી. વિરામ પછી અય્યરને 16મી ઓવરમાં અલઝારી જોસેફ શુભમન ગિલના હાથે લોંગ-ઓન પર આઉટ થયો. તે 40 બોલમાં 83 રનની ઇનિંગ્સ રમીને પેવેલિયન પર ફર્યો. અહીંથી કેકેઆર માટે રાશિદ ખાને મુશ્કેલી વધારી દીધી હતી.

રાશિદ ખાને 17મી ઓવરમાં હેટ્રિક લઈને KKR ને લગભગ હરાવી જ દીધુ હતું. આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને શાર્દુલ ઠાકુરને પેલેવિયન મોકલીને રાશિદ ખાને જીત માટે માહોલ બનાવી દીધો હતો. જો કે અહીંથી રિંકુ સિંહની ધમાલે મેચમાં મોટી ઉથલપાથલ કરી દીધી.

હવે વારો રિંહ સિંહ પાસે હતો. ટીમ લગભગ મેચ હારી જ ગઈ હતી ત્યારે રિંકુ સિંહનું બેટ ધમાકેદાર રીતે બોલ્યુ. રિંકુ સિંહે છેલ્લા 7 બોલમાં 6 સિક્સ અને એક ફોર ફટકારી મેચને કોલકત્તાના પક્ષમાં લઈ જઈ જીત અપાવી દીધી. અહીં છેલ્લી બે ઓવરમાં કોલકત્તાએ 45 રન બનાવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X