Paris Olympics 2024 માં રોમાન્સનો તડકો, હેન્ડબોલ ખેલાડીએ હોકી ખેલાડીને જાહેરમાં પ્રપોઝ કરીને કિસ કરી

Paris Olympics 2024 : આજથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિકમાં શરૂઆતમાં જ રોમાન્સનો તડકો લાગ્યો છે. અહીં એક કપલે જાહેરમાં પ્રપોઝ કરીને મહેફિલ લૂંટી લીધી.

પેરિસ ઓલિમ્પિકમાં વિવિધ દેશના લગભગ તમામ ખેલાડીઓનું ધ્યાન મેડલ પર છે. ઓલિમ્પિક વિલેજમાં હજારો એથ્લેટ્સ એકસાથે રહીને ઓપનિંગ સેરેમનીનો આનંદ માણી રહ્યા છે.

Paris Olympics 2024

ઉદઘાટન સમારોહ પહેલા જ કેટલીક રમતો શરૂ થઈ ગઈ છે પરંતુ મેગા ઈવેન્ટના પહેલા જ દિવસે ચાહકોને લવ ડોઝ જોવા મળ્યો, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. પબ્લિક પ્રપોઝ અને કિસનો ​​વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આર્જેન્ટિનાના હેન્ડબોલ ખેલાડીએ હોકી પ્લેયરને પ્રપોઝ કરવા માટે સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો હતો. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

પ્રપોઝ કરનાર હેન્ડબોલ ખેલાડીનું નામ પાબ્લો સિમોનેટ હતું. તેણે પોતાના જ દેશની મહિલા હોકી ખેલાડી મારિયા કેમ્પોયને પ્રપોઝ કર્યું. ફોટો સેશન ચાલી રહ્યું હતું અને સિમોનેટે મારિયાને સરપ્રાઈઝ આપી દીધી. આ પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને જાહેરમાં કિસ કરી લીધી.

આ યાદગાર પ્રસ્તાવની તસવીરો સત્તાવાર રીતે શેર કરવામાં આવી છે. સાથે જ આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જો કે, આ બંને ખેલાડીઓ માટે યાદગાર ક્ષણ હતી. મારિયાએ પ્રપોઝલ સ્વીકારી લીધુ અને તમામ ખેલાડીઓ ખુશીથી નાચવા લાગ્યા.

ઓલિમ્પિક 2024માં રમતો શરૂ થઈ ગઈ છે. તીરંદાજીમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું. મહિલા ટીમે ક્વોલિફિકેશન રેન્કિંગ રાઉન્ડમાં ચોથા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. જ્યારે મેન્સમાં તરુણદીપ રાય, ધીરજ અને પ્રવીણ જાધવે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X